View Hymn (Bhajan)
Sr No. 4798 | Date: 03-Mar-20192019-03-032019-03-03નામ બદલવાથી, ઠામ બદલવાથી, રૂપ બદલવાથી, રંગ બદલવાથીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=nama-badalavathi-thama-badalavathi-rupa-badalavathi-ranga-badalavathiનામ બદલવાથી, ઠામ બદલવાથી, રૂપ બદલવાથી, રંગ બદલવાથી
ના એ તો છેતરાશે, ના એ તો છેતરાશે
તું હશે જ્યાં જે સ્વરૂપમાં, ફરક એનાથી એને કાંઈ ના પડશે
તારાં કર્મો તને ગોતી રે લેશે, તારાં કર્મો તને શોધી રે લેશે
બાલીશતાભર્યું વર્તન કરવાથી, ફરક એને ના રે પડશે
તારા સ્વીકાર-અસ્વીકારથી, રાહ એ તો ના જોવા બેસશે
જે ક્ષણે ને જે સમયે પહોંચવું હશે, પાસે તારી
તો એને એ સમયે ને એ જ ક્ષણે તારી પાસે પહોંચી જાશે,
તારાં કર્મ તને શોધી લેશે
તું છુપાયો એવો રે જગતમાં, કોઈ વ્યક્તિ તને શોધી ના શકશે
તારાં કર્મ તો હરહાલમાં, તારી પાસે આવી રે જાશે
નામ બદલવાથી, ઠામ બદલવાથી, રૂપ બદલવાથી, રંગ બદલવાથી