નાશવંતનો મોહ હૈયે એવો રે જાગ્યો
શાશ્વત સાથેનો સબંધ ત્યાં વીસરાયો
હું કોણ છું, ક્યાંથી આવ્યો, આ બધું ભુલાયું
મન મારું પ્રભુને ભુલ્યું, ના જાણે એ ક્યાં ભટક્યું
કાયાની માયામાં જીવ, એવો રે જકડાયો
કરવા ચાહ્યું રક્ષણ એનું,જે એ કરી ના શક્યો
રાત-દિન ને સાંજ-સવાર, એના જતનમાં એ લાગ્યો
આવ્યો હતો તરવા ભવસાગર, ભવસાગરમાં ડૂબ્યો
- સંત શ્રી અલ્પા મા