નટખટ અદાઓના તારા તીરથી, હું અજાણ છું
ભલે નથી સમજ મારી પાસે, તારી ચાલ સમજવાની, તોય તારી ચાલ થી ના અજાણ છું
ચાલશે તું ક્યારે કઈ ચાલ, ખબર નથી, એ ના મને લાગશે વિચિત્ર, એની મને જાણ છે
છોડીશ તીર તું કેવા, એના થી હું અજાણ છું
પણ નહીં કરશે ઘાયલ મને એનાથી, એની મને જાણ છે
ક્યારેક બંધ આંખે, તો ક્યારેક ખુલ્લી આંખ હશે તારી, મને એ જાણ છે
વરસસે એમાંથી પ્યાર તો સદા ને સદા, એ વાતથી ના અજાણ છું
કરીશ ઇચ્છા, તો આપીશ તું શું અને ક્યારે, ના એની મને જાણ છે
છોડીશ ઇચ્છા જ્યાં હું, આપીશ તત્કાળ ત્યાં તું મને એ, એની મને જાણ છે
આપીશ દર્શન તું મને કેમ ને ક્યારે, એ વાતથી હું અજાણ છું
પણ આપીશ દર્શન તું મને જરૂર, જીવનમાં એ વાતની મને જાણ છે
- સંત શ્રી અલ્પા મા
naṭakhaṭa adāōnā tārā tīrathī, huṁ ajāṇa chuṁ
bhalē nathī samaja mārī pāsē, tārī cāla samajavānī, tōya tārī cāla thī nā ajāṇa chuṁ
cālaśē tuṁ kyārē kaī cāla, khabara nathī, ē nā manē lāgaśē vicitra, ēnī manē jāṇa chē
chōḍīśa tīra tuṁ kēvā, ēnā thī huṁ ajāṇa chuṁ
paṇa nahīṁ karaśē ghāyala manē ēnāthī, ēnī manē jāṇa chē
kyārēka baṁdha āṁkhē, tō kyārēka khullī āṁkha haśē tārī, manē ē jāṇa chē
varasasē ēmāṁthī pyāra tō sadā nē sadā, ē vātathī nā ajāṇa chuṁ
karīśa icchā, tō āpīśa tuṁ śuṁ anē kyārē, nā ēnī manē jāṇa chē
chōḍīśa icchā jyāṁ huṁ, āpīśa tatkāla tyāṁ tuṁ manē ē, ēnī manē jāṇa chē
āpīśa darśana tuṁ manē kēma nē kyārē, ē vātathī huṁ ajāṇa chuṁ
paṇa āpīśa darśana tuṁ manē jarūra, jīvanamāṁ ē vātanī manē jāṇa chē
|