View Hymn (Bhajan)

Sr No. 149 | Date: 10-Nov-19921992-11-10નથી કહેવું હોતું જીવનમાં ક્યારેય, એ તો કહેવાઈ જાય છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=nathi-kahevum-hotum-jivanamam-kyareya-e-to-kahevai-jaya-chheનથી કહેવું હોતું જીવનમાં ક્યારેય, એ તો કહેવાઈ જાય છે

હૃદયની વાણી મુખેથી તો બોલાઈ જાય છે

ત્યારે જીવનમાં સમસ્યા તો ઉત્પન્ન થઈ જાય છે

નથી દુભાવવું હોતું કોઈનું દિલ, તો પણ દુભાવાઈ જાય છે

શબ્દના વારથી કોઈના દિલ તો વિંધાઈ જાય છે

શબ્દનો સાર તો સરકી જાય છે, પણ જડતા યાદ રહી જાય છે

પ્રેમભર્યા વચનો ભુલાઈ જાય છે

તીક્ષ્ણ વેણ, નજર સમક્ષ રહી જાય છે

પ્રેમને બદલે પ્રેમ આપવાનું રહી જાય છે

પણ ઠપકા ને ઠપકા તો અપાઈ જાય છે

નથી દેખાતા ત્યારે આંખે આંસુ, એ જોવાનું રહી જાય છે

પણ છૂપું હૈયું તો કોઈનું રડી રહ્યું હોય છે

જવાબ વગરના સવાલનો ભોગ કોઈ બની જાય છે

હૃદયની વાણી મુખેથી ક્યારેક બોલાઈ જાય છે

નથી કહેવું હોતું જીવનમાં ક્યારેય, એ તો કહેવાઈ જાય છે
Nathi kahevum hotum jivanamam kyareya, e to kahevai jaya chhe

View Original
Increase Font Decrease Font

 
નથી કહેવું હોતું જીવનમાં ક્યારેય, એ તો કહેવાઈ જાય છે

હૃદયની વાણી મુખેથી તો બોલાઈ જાય છે

ત્યારે જીવનમાં સમસ્યા તો ઉત્પન્ન થઈ જાય છે

નથી દુભાવવું હોતું કોઈનું દિલ, તો પણ દુભાવાઈ જાય છે

શબ્દના વારથી કોઈના દિલ તો વિંધાઈ જાય છે

શબ્દનો સાર તો સરકી જાય છે, પણ જડતા યાદ રહી જાય છે

પ્રેમભર્યા વચનો ભુલાઈ જાય છે

તીક્ષ્ણ વેણ, નજર સમક્ષ રહી જાય છે

પ્રેમને બદલે પ્રેમ આપવાનું રહી જાય છે

પણ ઠપકા ને ઠપકા તો અપાઈ જાય છે

નથી દેખાતા ત્યારે આંખે આંસુ, એ જોવાનું રહી જાય છે

પણ છૂપું હૈયું તો કોઈનું રડી રહ્યું હોય છે

જવાબ વગરના સવાલનો ભોગ કોઈ બની જાય છે

હૃદયની વાણી મુખેથી ક્યારેક બોલાઈ જાય છે



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


nathī kahēvuṁ hōtuṁ jīvanamāṁ kyārēya, ē tō kahēvāī jāya chē

hr̥dayanī vāṇī mukhēthī tō bōlāī jāya chē

tyārē jīvanamāṁ samasyā tō utpanna thaī jāya chē

nathī dubhāvavuṁ hōtuṁ kōīnuṁ dila, tō paṇa dubhāvāī jāya chē

śabdanā vārathī kōīnā dila tō viṁdhāī jāya chē

śabdanō sāra tō sarakī jāya chē, paṇa jaḍatā yāda rahī jāya chē

prēmabharyā vacanō bhulāī jāya chē

tīkṣṇa vēṇa, najara samakṣa rahī jāya chē

prēmanē badalē prēma āpavānuṁ rahī jāya chē

paṇa ṭhapakā nē ṭhapakā tō apāī jāya chē

nathī dēkhātā tyārē āṁkhē āṁsu, ē jōvānuṁ rahī jāya chē

paṇa chūpuṁ haiyuṁ tō kōīnuṁ raḍī rahyuṁ hōya chē

javāba vagaranā savālanō bhōga kōī banī jāya chē

hr̥dayanī vāṇī mukhēthī kyārēka bōlāī jāya chē
Explanation in English Increase Font Decrease Font

Things that were never meant to be said in life, somehow slip away from our lips;

The raw, unfiltered voice of the heart suddenly gets spoken aloud.

And right there, deep complications and crises are generated in life.

There is never an intention to hurt anyone's heart, yet it ends up wounded anyway;

By the sharp arrows of words, someone’s soul gets pierced through.

The deeper essence and meaning of words fade away, but their rigid harshness lingers behind in memory;

Words spoken with absolute love are easily forgotten,

While sharp, piercing remarks remain permanently fixed before the eyes.

Instead of offering love in return for love, we miss the golden opportunity,

And instead, endless streams of scoldings and rebukes end up being thrown.

The physical tears in their eyes go completely unnoticed, we simply fail to see them;

Yet, somewhere, an unseen, hidden heart is quietly weeping.

Someone ends up becoming a victim to unanswerable, haunting questions;

For the raw voice of the heart sometimes recklessly spills out of the mouth.