View Hymn (Bhajan)

Sr No. 150 | Date: 23-Jan-19931993-01-23પરિસ્થિતિના ને પરિસ્થિતિના સામનામાં, શિકાર, ક્યારેક તો બની જવાય છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=paristhiti-ne-paristhitino-samanamam-shikara-kyareka-to-bani-javaya-chheપરિસ્થિતિના ને પરિસ્થિતિના સામનામાં, શિકાર, ક્યારેક તો બની જવાય છે

કહેવું હોય છે કંઈક, ને કહેવાઈ કંઈક જાય છે

બેકાબૂ બનીને, કાબૂ બીજા પર તો મેળવવા જાઉં છું

નિસ્વાર્થ પ્રેમના બદલે, ખોટી અપેક્ષાઓ રાખું છું

પોતાના દુઃખે દુઃખી, હું તો થાઉં છું

પણ બીજાને પણ દુઃખી કરતી જાઉં છું

પવિત્ર પ્રેમના ઝરણામાં નહાવાને બદલે

મારા મલિન આંસુ, એમાં તો રેડતી જાઉં છું

હકીકતને ભુલાવી, ભૂલો હું તો કરતી જાઉં છું

કાર્ય કર્યા વગર, ફળની આશા તો રાખું છું

અમૃત વચન કોઈના, સાંભળવાનો અસ્વીકાર કરતી જાઉં છું

સૂર્યના એક કિરણમાંથી નીકળતા તાપમાં પણ, હું તો દાઝી જાઉં છું

છતાં મારા હૈયામાંથી, બીજા પર ક્રોધની જ્વાળા ફેંકતી જાઉં છું

પરિસ્થિતિના ને પરિસ્થિતિના સામનામાં, શિકાર, ક્યારેક તો બની જવાય છે
Paristhitina ne paristhitina samanamam, shikara, kyareka to bani javaya chhe

View Original
Increase Font Decrease Font

 
પરિસ્થિતિના ને પરિસ્થિતિના સામનામાં, શિકાર, ક્યારેક તો બની જવાય છે

કહેવું હોય છે કંઈક, ને કહેવાઈ કંઈક જાય છે

બેકાબૂ બનીને, કાબૂ બીજા પર તો મેળવવા જાઉં છું

નિસ્વાર્થ પ્રેમના બદલે, ખોટી અપેક્ષાઓ રાખું છું

પોતાના દુઃખે દુઃખી, હું તો થાઉં છું

પણ બીજાને પણ દુઃખી કરતી જાઉં છું

પવિત્ર પ્રેમના ઝરણામાં નહાવાને બદલે

મારા મલિન આંસુ, એમાં તો રેડતી જાઉં છું

હકીકતને ભુલાવી, ભૂલો હું તો કરતી જાઉં છું

કાર્ય કર્યા વગર, ફળની આશા તો રાખું છું

અમૃત વચન કોઈના, સાંભળવાનો અસ્વીકાર કરતી જાઉં છું

સૂર્યના એક કિરણમાંથી નીકળતા તાપમાં પણ, હું તો દાઝી જાઉં છું

છતાં મારા હૈયામાંથી, બીજા પર ક્રોધની જ્વાળા ફેંકતી જાઉં છું



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


paristhitinā nē paristhitinā sāmanāmāṁ, śikāra, kyārēka tō banī javāya chē

kahēvuṁ hōya chē kaṁīka, nē kahēvāī kaṁīka jāya chē

bēkābū banīnē, kābū bījā para tō mēlavavā jāuṁ chuṁ

nisvārtha prēmanā badalē, khōṭī apēkṣāō rākhuṁ chuṁ

pōtānā duḥkhē duḥkhī, huṁ tō thāuṁ chuṁ

paṇa bījānē paṇa duḥkhī karatī jāuṁ chuṁ

pavitra prēmanā jharaṇāmāṁ nahāvānē badalē

mārā malina āṁsu, ēmāṁ tō rēḍatī jāuṁ chuṁ

hakīkatanē bhulāvī, bhūlō huṁ tō karatī jāuṁ chuṁ

kārya karyā vagara, phalanī āśā tō rākhuṁ chuṁ

amr̥ta vacana kōīnā, sāṁbhalavānō asvīkāra karatī jāuṁ chuṁ

sūryanā ēka kiraṇamāṁthī nīkalatā tāpamāṁ paṇa, huṁ tō dājhī jāuṁ chuṁ

chatāṁ mārā haiyāmāṁthī, bījā para krōdhanī jvālā phēṁkatī jāuṁ chuṁ
Explanation in English Increase Font Decrease Font

In the face of circumstances, one sometimes becomes a victim,

One wants to say something, but ends up saying something else.

Becoming uncontrolled myself, I try to control others,

Instead of selfless love, I keep holding false expectations.

I become sad because of my own grief,

Yet I keep making others sad too.

Instead of bathing in the stream of pure love,

I keep pouring my own stained tears into it.

Forgetting reality, I keep making mistakes,

Without doing the work, I keep wishing for the fruit.

I keep refusing to listen to anyone's words of wisdom.

I get burned even by the heat coming from a single ray of the sun,

Yet, from my heart, I keep throwing flames of anger at others.