View Hymn (Bhajan)

Sr No. 249 | Date: 13-Jul-19931993-07-13ભલે ખોઊં હું તો મારું ભાન, ભૂલું હું તો મારી શાન, પ્રભુ, પણ તું તો છે સજાગhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=bhale-khoum-hum-to-marum-bhana-bhulum-hum-to-marum-shanaભલે ખોઊં હું તો મારું ભાન, ભૂલું હું તો મારી શાન, પ્રભુ, પણ તું તો છે સજાગ

ભલે જાગે મને વૈરાગ, કે જાગે કોઈ પણ રાગ, પ્રભુ, તું તો છે સજાગ

ચાહું તારો સાથ હર પળ, ચાહુ હું સંગાથ, તું ના છોડતો મારો હાથ

જીવનના પથથી છું અજાણ, છું હું તો નાદાન, પણ ના થાતો તું નારાજ

કરું વિનંતી મહારાજ, ભૂલ થઈ હોય તો કરજો માફ, ના છોડજો મારો સાથ

છે રસ્તા ચારેકોર, પણ છું હું તો કમજોર, પ્રભુ, પણ તું તો છે સજાગ

છું મારા દુઃખથી મજબૂર, આવે હૈયે ઘણા પૂર, ના ડૂબું એમાં મઝધાર

મને કિનારે લગાડ, મને ઊંઘમાંથી જગાડ, તું ના છોડતો મારો હાથ

ભલે ખોઊં હું તો મારું ભાન, ભૂલું હું તો મારી શાન, પ્રભુ, પણ તું તો છે સજાગ
Bhale khoum hum to marum bhana, bhulum hum to mari shana, prabhu, pana tum to chhe sajaga

View Original
Increase Font Decrease Font

ભલે ખોઊં હું તો મારું ભાન, ભૂલું હું તો મારી શાન, પ્રભુ, પણ તું તો છે સજાગ

ભલે જાગે મને વૈરાગ, કે જાગે કોઈ પણ રાગ, પ્રભુ, તું તો છે સજાગ

ચાહું તારો સાથ હર પળ, ચાહુ હું સંગાથ, તું ના છોડતો મારો હાથ

જીવનના પથથી છું અજાણ, છું હું તો નાદાન, પણ ના થાતો તું નારાજ

કરું વિનંતી મહારાજ, ભૂલ થઈ હોય તો કરજો માફ, ના છોડજો મારો સાથ

છે રસ્તા ચારેકોર, પણ છું હું તો કમજોર, પ્રભુ, પણ તું તો છે સજાગ

છું મારા દુઃખથી મજબૂર, આવે હૈયે ઘણા પૂર, ના ડૂબું એમાં મઝધાર

મને કિનારે લગાડ, મને ઊંઘમાંથી જગાડ, તું ના છોડતો મારો હાથ

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

bhalē khōūṁ huṁ tō māruṁ bhāna, bhūluṁ huṁ tō mārī śāna, prabhu, paṇa tuṁ tō chē sajāga

bhalē jāgē manē vairāga, kē jāgē kōī paṇa rāga, prabhu, tuṁ tō chē sajāga

cāhuṁ tārō sātha hara pala, cāhu huṁ saṁgātha, tuṁ nā chōḍatō mārō hātha

jīvananā pathathī chuṁ ajāṇa, chuṁ huṁ tō nādāna, paṇa nā thātō tuṁ nārāja

karuṁ vinaṁtī mahārāja, bhūla thaī hōya tō karajō māpha, nā chōḍajō mārō sātha

chē rastā cārēkōra, paṇa chuṁ huṁ tō kamajōra, prabhu, paṇa tuṁ tō chē sajāga

chuṁ mārā duḥkhathī majabūra, āvē haiyē ghaṇā pūra, nā ḍūbuṁ ēmāṁ majhadhāra

manē kinārē lagāḍa, manē ūṁghamāṁthī jagāḍa, tuṁ nā chōḍatō mārō hātha
Explanation in English Increase Font Decrease Font

Even if I lose my awareness or forget my dignity, O Lord, You still remain eternally alert.

Whether a desire for renunciation awakens in me or an attachment arises, Lord, You still remain eternally alert.

I desire Your presence at every single moment, I long for Your companionship; please do not let go of my hand.

I am completely unfamiliar with the path of life and am deeply innocent, but please do not be displeased with me.

I make this humble request, O Great King, if any mistakes have been made, please forgive me, and do not leave my side.

There are paths branching out in all four directions, but I am very weak; yet, O Lord, You still remain eternally alert.

I am helpless under the weight of my sorrows, and floods of emotions surge within my heart; let me not drown midstream.

Lead me safely to the shore, awaken me from my slumber, and please do not let go of my hand.