View Hymn (Bhajan)

Sr No. 3836 | Date: 09-Apr-20002000-04-09નયનો શોધે છે તમને, અંતર ઝંખે છે તમને, મારા વાલા ક્યાં છુપાઈ વસ્યા છો તમે?https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=nayano-shodhe-chhe-tamane-antara-jankhe-chhe-tamane-mara-vala-kyam-chhupaiનયનો શોધે છે તમને, અંતર ઝંખે છે તમને, મારા વાલા ક્યાં છુપાઈ વસ્યા છો તમે?

લાગો છો તમે કદી પાસે, કરો ના કરામત એવી શોધવા પડે દૂર તમને

ભવો ભવથી રહી છે ચાલુ ને ચાલુ સંતાકુકડી આપણી, રમજો ના વધુ હવે એને તમે

રહ્યાં છો જો માફ કરતા તમે અમને, રહ્યા છો શાને દૂર હવે તો તમે ને તમે

કર્યા હશે ગુના જો જીવનમાં એવા અમે, કરી શક્યા નથી માફ એને તો તમે

કંઈક ઉમીદો લઈને આવ્યા છીએ પાસે તમારી, તો અમને રહેવા ના દેજો શંકામાં તમે

જાશે વીતી પછી પછી માં જિંદગી તો અમારી, શું શોધવા દેશો પછી તમે તો અમને

લાગશે જો ફરિયાદ અમારી ત્રાસ તમને, કરજો વિચાર, સહી રહ્યાં છીએ ભાગ્યનો ત્રાસ તો અમે

કરી ખ્યાલ જરા અમારો, છે હાલત શું અમારી, સુધારી એને તમે ને તમે

છે તમારા હાથમાં તો લગામ અમારી, તો આવી જાઓ જરા પાસે અમારી કે …

નયનો શોધે છે તમને, અંતર ઝંખે છે તમને, મારા વાલા ક્યાં છુપાઈ વસ્યા છો તમે?
Nayano shodhe chhe tamane, antara jankhe chhe tamane, mara vala kyam chhupai vasya chho tame?

View Original
Increase Font Decrease Font

નયનો શોધે છે તમને, અંતર ઝંખે છે તમને, મારા વાલા ક્યાં છુપાઈ વસ્યા છો તમે?

લાગો છો તમે કદી પાસે, કરો ના કરામત એવી શોધવા પડે દૂર તમને

ભવો ભવથી રહી છે ચાલુ ને ચાલુ સંતાકુકડી આપણી, રમજો ના વધુ હવે એને તમે

રહ્યાં છો જો માફ કરતા તમે અમને, રહ્યા છો શાને દૂર હવે તો તમે ને તમે

કર્યા હશે ગુના જો જીવનમાં એવા અમે, કરી શક્યા નથી માફ એને તો તમે

કંઈક ઉમીદો લઈને આવ્યા છીએ પાસે તમારી, તો અમને રહેવા ના દેજો શંકામાં તમે

જાશે વીતી પછી પછી માં જિંદગી તો અમારી, શું શોધવા દેશો પછી તમે તો અમને

લાગશે જો ફરિયાદ અમારી ત્રાસ તમને, કરજો વિચાર, સહી રહ્યાં છીએ ભાગ્યનો ત્રાસ તો અમે

કરી ખ્યાલ જરા અમારો, છે હાલત શું અમારી, સુધારી એને તમે ને તમે

છે તમારા હાથમાં તો લગામ અમારી, તો આવી જાઓ જરા પાસે અમારી કે …

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

nayanō śōdhē chē tamanē, aṁtara jhaṁkhē chē tamanē, mārā vālā kyāṁ chupāī vasyā chō tamē?

lāgō chō tamē kadī pāsē, karō nā karāmata ēvī śōdhavā paḍē dūra tamanē

bhavō bhavathī rahī chē cālu nē cālu saṁtākukaḍī āpaṇī, ramajō nā vadhu havē ēnē tamē

rahyāṁ chō jō māpha karatā tamē amanē, rahyā chō śānē dūra havē tō tamē nē tamē

karyā haśē gunā jō jīvanamāṁ ēvā amē, karī śakyā nathī māpha ēnē tō tamē

kaṁīka umīdō laīnē āvyā chīē pāsē tamārī, tō amanē rahēvā nā dējō śaṁkāmāṁ tamē

jāśē vītī pachī pachī māṁ jiṁdagī tō amārī, śuṁ śōdhavā dēśō pachī tamē tō amanē

lāgaśē jō phariyāda amārī trāsa tamanē, karajō vicāra, sahī rahyāṁ chīē bhāgyanō trāsa tō amē

karī khyāla jarā amārō, chē hālata śuṁ amārī, sudhārī ēnē tamē nē tamē

chē tamārā hāthamāṁ tō lagāma amārī, tō āvī jāō jarā pāsē amārī kē …