View Hymn (Bhajan)

Hymn No. 3751 | Date: 29-Dec-19991999-12-29તારો વિશ્વાસ તને પાર ઉતારશે, તારો વિશ્વાસ તને પરમાર્થ સુધી પહોંચાડશેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=taro-vishvasa-tane-para-utarasheતારો વિશ્વાસ તને પાર ઉતારશે, તારો વિશ્વાસ તને પરમાર્થ સુધી પહોંચાડશે

જીવનની હર દિશામાં, તને સાચી રાહ એ બતાડશે

અંત વગરના મૂંઝારાઓનો અંત, એ એક ક્ષણમાં લાવશે

વિશ્વાસ જ તને જીવનમાં, એક નવું જીવન આપશે

તારા ગુલિસ્તાનમાં, એ રંગ બે રંગી ફૂલો ખિલાવશે

તરો ને તારો વિશ્વાસ, તારા શ્વાસને મહેકાવશે

વિશ્વાસના દોરથી બંધાયેલું છે બધું, જ્યાં તું એને ખેંચશે

આપોઆપ જીવનમાં બધું, તારી પાસે તું પામશે

વિશ્વાસે પ્રભુ ભજાશે, ને વિશ્વાસે પ્રભુ રિઝાશે

વિશ્વાસથી જ તું તારી હારને જીતમાં બદલી શકશે

તારો વિશ્વાસ તને પાર ઉતારશે, તારો વિશ્વાસ તને પરમાર્થ સુધી પહોંચાડશે

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

tārō viśvāsa tanē pāra utāraśē, tārō viśvāsa tanē paramārtha sudhī pahōṁcāḍaśē

jīvananī hara diśāmāṁ, tanē sācī rāha ē batāḍaśē

aṁta vagaranā mūṁjhārāōnō aṁta, ē ēka kṣaṇamāṁ lāvaśē

viśvāsa ja tanē jīvanamāṁ, ēka navuṁ jīvana āpaśē

tārā gulistānamāṁ, ē raṁga bē raṁgī phūlō khilāvaśē

tarō nē tārō viśvāsa, tārā śvāsanē mahēkāvaśē

viśvāsanā dōrathī baṁdhāyēluṁ chē badhuṁ, jyāṁ tuṁ ēnē khēṁcaśē

āpōāpa jīvanamāṁ badhuṁ, tārī pāsē tuṁ pāmaśē

viśvāsē prabhu bhajāśē, nē viśvāsē prabhu rijhāśē

viśvāsathī ja tuṁ tārī hāranē jītamāṁ badalī śakaśē