View Hymn (Bhajan)

Sr No. 4594 | Date: 22-Apr-20172017-04-22નિર્મળતાથી છલોછલ જ્યાં જીવન હશે, પ્રભુ ત્યાં દૂર ના રે રહેશેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=nirmalatathi-chhalochhala-jyam-jivana-hashe-prabhu-tyam-dura-na-re-rahesheનિર્મળતાથી છલોછલ જ્યાં જીવન હશે, પ્રભુ ત્યાં દૂર ના રે રહેશે

નિર્મળતાની ગંગા વહેતી હશે, વહાલા એને શિરે તો તરત ધરશે

વિચારોમાં જ્યાં નિર્મળ વિચારની ધારા રે વહેશે, ત્યાં આનંદ ઊરે ઉઠશે

હૈયામાં રે જ્યાં નિર્મળ ભાવોની રે ધારા વહેશે, ત્યાં શાંતિ ના દૂર રહેશે

નિર્મળતા જ્યાં દૃષ્ટિમાં રે આવશે, ત્યાં દીદારે દર્શન એના રે થાશે

આચરણમાં જ્યાં નિર્મળતા રે ભળશે, પરમ શાંતિ ત્યાં પ્રગટશે

નિર્મળતાના થાય જ્યાં વાસ, ત્યાં ભેદ-ભરમ બધા રે ટળશે

નિર્મળતા ને વિશુદ્ધતાથી પમાય છે પ્રભુ, ભેદ ત્યાં બધા રે ખૂલશે

કોરી સમજ ને કોરા શબ્દો અનુભવથી ભીંજાશે, ત્યારે સમજ એની રે પ્રગટશે

દિવ્યતાની ધારાઓ વહેશે એવી જીવનમાંથી, જે પરિચય આપ્યા વિના ના રહેશે

નિર્મળતાથી છલોછલ જ્યાં જીવન હશે, પ્રભુ ત્યાં દૂર ના રે રહેશે
Nirmalatathi chhalochhala jyam jivana hashe, prabhu tyam dura na re raheshe

View Original
Increase Font Decrease Font

નિર્મળતાથી છલોછલ જ્યાં જીવન હશે, પ્રભુ ત્યાં દૂર ના રે રહેશે

નિર્મળતાની ગંગા વહેતી હશે, વહાલા એને શિરે તો તરત ધરશે

વિચારોમાં જ્યાં નિર્મળ વિચારની ધારા રે વહેશે, ત્યાં આનંદ ઊરે ઉઠશે

હૈયામાં રે જ્યાં નિર્મળ ભાવોની રે ધારા વહેશે, ત્યાં શાંતિ ના દૂર રહેશે

નિર્મળતા જ્યાં દૃષ્ટિમાં રે આવશે, ત્યાં દીદારે દર્શન એના રે થાશે

આચરણમાં જ્યાં નિર્મળતા રે ભળશે, પરમ શાંતિ ત્યાં પ્રગટશે

નિર્મળતાના થાય જ્યાં વાસ, ત્યાં ભેદ-ભરમ બધા રે ટળશે

નિર્મળતા ને વિશુદ્ધતાથી પમાય છે પ્રભુ, ભેદ ત્યાં બધા રે ખૂલશે

કોરી સમજ ને કોરા શબ્દો અનુભવથી ભીંજાશે, ત્યારે સમજ એની રે પ્રગટશે

દિવ્યતાની ધારાઓ વહેશે એવી જીવનમાંથી, જે પરિચય આપ્યા વિના ના રહેશે

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

nirmalatāthī chalōchala jyāṁ jīvana haśē, prabhu tyāṁ dūra nā rē rahēśē

nirmalatānī gaṁgā vahētī haśē, vahālā ēnē śirē tō tarata dharaśē

vicārōmāṁ jyāṁ nirmala vicāranī dhārā rē vahēśē, tyāṁ ānaṁda ūrē uṭhaśē

haiyāmāṁ rē jyāṁ nirmala bhāvōnī rē dhārā vahēśē, tyāṁ śāṁti nā dūra rahēśē

nirmalatā jyāṁ dr̥ṣṭimāṁ rē āvaśē, tyāṁ dīdārē darśana ēnā rē thāśē

ācaraṇamāṁ jyāṁ nirmalatā rē bhalaśē, parama śāṁti tyāṁ pragaṭaśē

nirmalatānā thāya jyāṁ vāsa, tyāṁ bhēda-bharama badhā rē ṭalaśē

nirmalatā nē viśuddhatāthī pamāya chē prabhu, bhēda tyāṁ badhā rē khūlaśē

kōrī samaja nē kōrā śabdō anubhavathī bhīṁjāśē, tyārē samaja ēnī rē pragaṭaśē

divyatānī dhārāō vahēśē ēvī jīvanamāṁthī, jē paricaya āpyā vinā nā rahēśē