View Hymn (Bhajan)
Hymn No. 4543 | Date: 28-Aug-20162016-08-282016-08-28નિત્ય થાય એવાં પૂજન વાલા મારા, નિત્ય થાય એવાં રે ભજનSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=nitya-thaya-evam-pujana-vala-mara-nitya-thaya-evam-re-bhajanaનિત્ય થાય એવાં પૂજન વાલા મારા, નિત્ય થાય એવાં રે ભજન
પૂજનની જુએ રાહ તું ને હૈયું તારું ખુશખુશ થઈ જાય
માગ્યા વગર દિવ્ય આશિષ, તારા હૃદયમાંથી છલકી છલકી જાય
હૃદયમાં ખીલે તારા ભાવનાં કમળ ને ગુલાબ એના, જેનાથી હૈયું મહેકતું જાય
શ્વાસોની સરગમમાં તારી લય ને તારી ધૂન સજે, જેમાં તું ડોલતો જાય
મનમાં મીઠાં સ્મરણ તારાં એવાં રે જાગે, કે જેની સુગંધથી તું પ્રસન્ન થાય
ચિત્તમાં રે મારા તું એવો વસે, કે છબિ બીજી કોઈ ત્યાં રહે ના જરાય
અંગેઅંગ તારા નાદમાં એવાં ખોવાય, કે નૃત્ય મનમોહક ત્યાં થાય
ક્ષણ ક્ષણ ને પળ પળ તારામય વીતે, જીવનમાં મઝા ત્યારે આવી જાય
નિત્ય થાય જો આવાં પૂજન, તો જીવન જીવંત બની જાય
નિત્ય થાય એવાં પૂજન વાલા મારા, નિત્ય થાય એવાં રે ભજન