પળપળ વીતતી જાય છે, ક્ષણક્ષણ વીતતી જાય છે
પ્રભુ તારો ઇંતેજાર તોય ના પૂરો થાય છે
અંતર ઝંખે છે મિલન તારું, અભિલાષા એ અધૂરી રહી જાય છે
ખબર નથી મનની અવસ્થા, ખબર નથી ખુદની અવસ્થા
સમજમાં તો ના કાંઈ આવે છે, ના કાંઈ સમજાય છે
હકીકત છે મારા વહાલા, કે હૃદયથી તને ના પોકારી શકાય છે
દિવસ ઊગ્યો ને દિવસ આથમ્યો, સમય એમ જ પસાર થાય છે
વીત્યા કંઈક જન્મો એમ જ, બસ એનું એ જ થાય છે
ના તારી સાથે કોઈ મુલાકાત, ના તારી ઇબાદત થાય છે
ના તારી ઝાંખી, ના તારા દીદાર થાય છે
રુખાસુખા દિવસો વ્યતીત થાય છે, મન માયામાં પરોવાઈ જાય છે
અંતરનાં દ્વાર બંધ છે એવાં, ના એ ખોલ્યાં ખોલાય છે
દિન પર દિન એમ જ વ્યતીત થાય છે, ના તારી સમીપતા પમાય છે
- સંત શ્રી અલ્પા મા
palapala vītatī jāya chē, kṣaṇakṣaṇa vītatī jāya chē
prabhu tārō iṁtējāra tōya nā pūrō thāya chē
aṁtara jhaṁkhē chē milana tāruṁ, abhilāṣā ē adhūrī rahī jāya chē
khabara nathī mananī avasthā, khabara nathī khudanī avasthā
samajamāṁ tō nā kāṁī āvē chē, nā kāṁī samajāya chē
hakīkata chē mārā vahālā, kē hr̥dayathī tanē nā pōkārī śakāya chē
divasa ūgyō nē divasa āthamyō, samaya ēma ja pasāra thāya chē
vītyā kaṁīka janmō ēma ja, basa ēnuṁ ē ja thāya chē
nā tārī sāthē kōī mulākāta, nā tārī ibādata thāya chē
nā tārī jhāṁkhī, nā tārā dīdāra thāya chē
rukhāsukhā divasō vyatīta thāya chē, mana māyāmāṁ parōvāī jāya chē
aṁtaranāṁ dvāra baṁdha chē ēvāṁ, nā ē khōlyāṁ khōlāya chē
dina para dina ēma ja vyatīta thāya chē, nā tārī samīpatā pamāya chē
|