View Hymn (Bhajan)
Hymn No. 933 | Date: 20-Aug-19941994-08-201994-08-20થવાનું હતું એ તો થઈ ગયું, હવે થવાનું છે રે શું?Sant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=thavanum-hatum-e-to-thai-gayum-have-thavanum-chhe-re-shumથવાનું હતું એ તો થઈ ગયું, હવે થવાનું છે રે શું?
થશે કાંઈ એવું તો દુઃખ વિના, બીજું આપવાનું છે રે શું?
દુઃખ તો છે રે જીવનનો એ હિસ્સો રે મોટો
જીવવું હોય જો જીવન, તો દુઃખથી ડરવાનું છે શું?
થવાનું હશે એ થાશે, હોનીથી જીવનમાં ડરવાનું છે શું?
સોંપી દે બધું પ્રભુના હાથમાં, સંભાળી લેશે જ્યાં એ તો બધું
ડર જ્યાં ડરી રે જાશે, ત્યાં તને થાવાનું છે રે શું
લૂંટ જીવનમાં જીવનના આનંદને, ડર તારો બગાડશે શું
ના કર પરવા કાલની, ભૂલીને આ પળને, કાલની યાદ કરવી રે શું
હિંમતથી જીવન જીવ તું, અપનાવ સાચી રાહ, પછી તને થવાનું છે શું
થવાનું હતું એ તો થઈ ગયું, હવે થવાનું છે રે શું?