View Hymn (Bhajan)

Sr No. 4560 | Date: 18-Sep-20162016-09-18પામ્યા બધું જીવનમાં, તન-બદન, ધન-દોલત ને પરિવારhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=panya-badhum-jivanamam-tanabadana-dhanadolata-ne-parivaraપામ્યા બધું જીવનમાં, તન-બદન, ધન-દોલત ને પરિવાર

તોય માનવ રડતો રહ્યો છે, એનાં આંસુનો નથી પાર

ગોતી ગોતીને લાચારી ને રઝળવા માટે રહે તૈયાર

એવા મનુષ્યનો તો પ્રભુ પાસે પણ નથી કોઈ ઉપાય

કરવું કાંઈ નથી, બસ રડવું છે, રડવા કાજે તક્ષ્તણ રહે તૈયાર

યાદ કરે પ્રભુને તો જાણે, પ્રભુ છે એનો મોટો કરજદાર

કરવા કાર્ય પૂરો છલકાવે, પ્રભુ માટે તો એવો રે પ્યાર

પ્રભુએ તો જાણે લેવી જ જોઈએ, એનાં તમામ સુખ-સગવડની સંભાળ

સંમય આવતાં ના અચકાય, કરતાં એના નામનો વ્યાપાર

આવા મનુષ્યનો ક્યાંથી થાય બેડો પાર, ક્યાંથી ઊતરે ભવ પાર

પામ્યા છતાં કાંઈ ના પામ્યો, રહ્યો એ તો ભટકતો લગાર

પામ્યા બધું જીવનમાં, તન-બદન, ધન-દોલત ને પરિવાર
Panya badhum jivanamam, tana-badana, dhana-dolata ne parivara

View Original
Increase Font Decrease Font

પામ્યા બધું જીવનમાં, તન-બદન, ધન-દોલત ને પરિવાર

તોય માનવ રડતો રહ્યો છે, એનાં આંસુનો નથી પાર

ગોતી ગોતીને લાચારી ને રઝળવા માટે રહે તૈયાર

એવા મનુષ્યનો તો પ્રભુ પાસે પણ નથી કોઈ ઉપાય

કરવું કાંઈ નથી, બસ રડવું છે, રડવા કાજે તક્ષ્તણ રહે તૈયાર

યાદ કરે પ્રભુને તો જાણે, પ્રભુ છે એનો મોટો કરજદાર

કરવા કાર્ય પૂરો છલકાવે, પ્રભુ માટે તો એવો રે પ્યાર

પ્રભુએ તો જાણે લેવી જ જોઈએ, એનાં તમામ સુખ-સગવડની સંભાળ

સંમય આવતાં ના અચકાય, કરતાં એના નામનો વ્યાપાર

આવા મનુષ્યનો ક્યાંથી થાય બેડો પાર, ક્યાંથી ઊતરે ભવ પાર

પામ્યા છતાં કાંઈ ના પામ્યો, રહ્યો એ તો ભટકતો લગાર

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

pāmyā badhuṁ jīvanamāṁ, tana-badana, dhana-dōlata nē parivāra

tōya mānava raḍatō rahyō chē, ēnāṁ āṁsunō nathī pāra

gōtī gōtīnē lācārī nē rajhalavā māṭē rahē taiyāra

ēvā manuṣyanō tō prabhu pāsē paṇa nathī kōī upāya

karavuṁ kāṁī nathī, basa raḍavuṁ chē, raḍavā kājē takṣtaṇa rahē taiyāra

yāda karē prabhunē tō jāṇē, prabhu chē ēnō mōṭō karajadāra

karavā kārya pūrō chalakāvē, prabhu māṭē tō ēvō rē pyāra

prabhuē tō jāṇē lēvī ja jōīē, ēnāṁ tamāma sukha-sagavaḍanī saṁbhāla

saṁmaya āvatāṁ nā acakāya, karatāṁ ēnā nāmanō vyāpāra

āvā manuṣyanō kyāṁthī thāya bēḍō pāra, kyāṁthī ūtarē bhava pāra

pāmyā chatāṁ kāṁī nā pāmyō, rahyō ē tō bhaṭakatō lagāra