View Hymn (Bhajan)

Sr No. 4587 | Date: 13-Apr-20172017-04-13પામ્યા જે પ્રભુ તારા પ્રેમને, એ તો બધું જ પામી જાય છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=panya-je-prabhu-tara-premane-e-to-badhum-ja-pami-jaya-chheપામ્યા જે પ્રભુ તારા પ્રેમને, એ તો બધું જ પામી જાય છે

સફળતા ને નિષ્ફળતા તો, ત્યાં પાછળ રહી જાય છે

હારજીતના દાવા બધા, ત્યાં તો વીસરાઈ જાય છે

પ્રેમથી તો પ્રાણનું સંચારણ થાય છે, પ્રેમે જ બધું પમાય છે

પ્રેમથી ભેદભાવ સઘળા મટી જાય છે, પ્રેમે જ બધું પમાય છે

ઊંચનીચના બાંધ સઘળા, પ્રેમ તો ક્ષણમાં તોડી જાય છે

મળે જ્યાં આવો પ્રેમ પ્રભુ પણ, ત્યાં દોડી દોડી જાય છે

પ્રેમથી જગત પમાય છે, પ્રેમથી જગત વીસરાય છે

પ્રેમથી અસ્તિત્વની પ્રાપ્તિ થાય છે, પ્રેમથી જાત વીસરાય છે

પ્રેમ સઘળાં બંધનથી મુક્ત કરી જાય છે, પ્રેમ નવચેતન આપી જાય છે

પ્રેમ જ તો અનેકતામાંથી, એકતાના રંગે રંગી જાય છે

પ્રેમ પ્રગટે છે જ્યારે ધરતી પર, ત્યારે બધા જોતા રહી જાય છે

ના રોકી શકે એને કોઈ, પછી ભલેને જગ આખું એક તરફ થાય છે

મીરા નાચી, નરસૈયો નાચ્યો, સૂરદાસ જ્યાં એમાં સમાયો

પ્રગટ્યું એક તેજ એવું, જે આજે પણ ગવાય છે

એકાકારના જોડાય જ્યાં તાર, ત્યાં વેદ-વહેમ બધા મટી જાય છે

તાતા થૈયા કરતાં કરતાં, પ્રભુ પણ ભક્ત સંગ રમવા આવી જાય છે

ભૂલી જવાય છે જ્યાં અસ્તિત્વ, ત્યાં બાકી શું રહી જાય છે

પ્રેમે જ બધું પમાય છે, પ્રેમે જ બધું પમાય છે

પામ્યા જે પ્રભુ તારા પ્રેમને, એ તો બધું જ પામી જાય છે
Panya je prabhu tara premane, e to badhum ja pami jaya chhe

View Original
Increase Font Decrease Font

પામ્યા જે પ્રભુ તારા પ્રેમને, એ તો બધું જ પામી જાય છે

સફળતા ને નિષ્ફળતા તો, ત્યાં પાછળ રહી જાય છે

હારજીતના દાવા બધા, ત્યાં તો વીસરાઈ જાય છે

પ્રેમથી તો પ્રાણનું સંચારણ થાય છે, પ્રેમે જ બધું પમાય છે

પ્રેમથી ભેદભાવ સઘળા મટી જાય છે, પ્રેમે જ બધું પમાય છે

ઊંચનીચના બાંધ સઘળા, પ્રેમ તો ક્ષણમાં તોડી જાય છે

મળે જ્યાં આવો પ્રેમ પ્રભુ પણ, ત્યાં દોડી દોડી જાય છે

પ્રેમથી જગત પમાય છે, પ્રેમથી જગત વીસરાય છે

પ્રેમથી અસ્તિત્વની પ્રાપ્તિ થાય છે, પ્રેમથી જાત વીસરાય છે

પ્રેમ સઘળાં બંધનથી મુક્ત કરી જાય છે, પ્રેમ નવચેતન આપી જાય છે

પ્રેમ જ તો અનેકતામાંથી, એકતાના રંગે રંગી જાય છે

પ્રેમ પ્રગટે છે જ્યારે ધરતી પર, ત્યારે બધા જોતા રહી જાય છે

ના રોકી શકે એને કોઈ, પછી ભલેને જગ આખું એક તરફ થાય છે

મીરા નાચી, નરસૈયો નાચ્યો, સૂરદાસ જ્યાં એમાં સમાયો

પ્રગટ્યું એક તેજ એવું, જે આજે પણ ગવાય છે

એકાકારના જોડાય જ્યાં તાર, ત્યાં વેદ-વહેમ બધા મટી જાય છે

તાતા થૈયા કરતાં કરતાં, પ્રભુ પણ ભક્ત સંગ રમવા આવી જાય છે

ભૂલી જવાય છે જ્યાં અસ્તિત્વ, ત્યાં બાકી શું રહી જાય છે

પ્રેમે જ બધું પમાય છે, પ્રેમે જ બધું પમાય છે

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

pāmyā jē prabhu tārā prēmanē, ē tō badhuṁ ja pāmī jāya chē

saphalatā nē niṣphalatā tō, tyāṁ pāchala rahī jāya chē

hārajītanā dāvā badhā, tyāṁ tō vīsarāī jāya chē

prēmathī tō prāṇanuṁ saṁcāraṇa thāya chē, prēmē ja badhuṁ pamāya chē

prēmathī bhēdabhāva saghalā maṭī jāya chē, prēmē ja badhuṁ pamāya chē

ūṁcanīcanā bāṁdha saghalā, prēma tō kṣaṇamāṁ tōḍī jāya chē

malē jyāṁ āvō prēma prabhu paṇa, tyāṁ dōḍī dōḍī jāya chē

prēmathī jagata pamāya chē, prēmathī jagata vīsarāya chē

prēmathī astitvanī prāpti thāya chē, prēmathī jāta vīsarāya chē

prēma saghalāṁ baṁdhanathī mukta karī jāya chē, prēma navacētana āpī jāya chē

prēma ja tō anēkatāmāṁthī, ēkatānā raṁgē raṁgī jāya chē

prēma pragaṭē chē jyārē dharatī para, tyārē badhā jōtā rahī jāya chē

nā rōkī śakē ēnē kōī, pachī bhalēnē jaga ākhuṁ ēka tarapha thāya chē

mīrā nācī, narasaiyō nācyō, sūradāsa jyāṁ ēmāṁ samāyō

pragaṭyuṁ ēka tēja ēvuṁ, jē ājē paṇa gavāya chē

ēkākāranā jōḍāya jyāṁ tāra, tyāṁ vēda-vahēma badhā maṭī jāya chē

tātā thaiyā karatāṁ karatāṁ, prabhu paṇa bhakta saṁga ramavā āvī jāya chē

bhūlī javāya chē jyāṁ astitva, tyāṁ bākī śuṁ rahī jāya chē

prēmē ja badhuṁ pamāya chē, prēmē ja badhuṁ pamāya chē