View Hymn (Bhajan)
Hymn No. 4696 | Date: 22-Mar-20182018-03-222018-03-22પ્રગટો પરમેશ્વરા, પ્રગટો પરમેશ્વરા, તમે આજSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=pragato-parameshvara-pragato-parameshvara-tame-ajaપ્રગટો પરમેશ્વરા, પ્રગટો પરમેશ્વરા, તમે આજ
પ્રગટીને મારા પરમેશ્વરા, હે વાલા, પ્રગટોને આજ પરમેશ્વરા
સંતોનો સંગ છે, હૈયે ચડ્યો તમારો રંગ છે, આજ પ્રગટો ને ...
હૈયે ઉમંગ છે, આનંદ તો સંગ છે, પ્રભુ તમે પ્રગટોને આજ ...
પૂર્ણતાનો શ્વાસ છે, હુદયનો પોકાર છે, તમે પ્રગટીને આજ પરમેશ્વરા
પ્યારનો પયગામ છે, મદહોશીભર્યો જામ છે, વાલા પ્રગટોને આજ
દિવ્યતાનો અહેસાસ છે, મટી સઘળી પ્યાસ છે, વાલા પ્રગટોને આજ
શ્વાસોની સરગમ પર, ધકડને પૂર્યા તાલ છે, વાલા પ્રગટોને આજ
જીવનમાં ગુંજાવ્યો તમે, તમારો નાદ છે, વાલા પ્રગટોને આજ ...
હૃદયમાં તમારા જાગ્યો, અમ કાજે આજ પ્યાર છે, તો પ્રગટોને આજ
પ્રગટો પરમેશ્વરા, પ્રગટો પરમેશ્વરા, તમે આજ