View Hymn (Bhajan)
Hymn No. 4502 | Date: 28-Aug-20152015-08-282015-08-28પ્રગટ સ્વરૂપ તારું પ્રેમથી છે ભરેલું, દિવ્ય અનુપમ રૂપ તારું છે દર્દ હરનારુંSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=pragata-svarupa-tarum-premathi-chhe-bharelum-divya-anupama-rupa-tarumપ્રગટ સ્વરૂપ તારું પ્રેમથી છે ભરેલું, દિવ્ય અનુપમ રૂપ તારું છે દર્દ હરનારું
હે કરુણાકારી પરમેશ્વરા, હે દયા કરનાર ઈશ્વરા, વંદન મારા સ્વીકારજે
જોઈને નૃત્ય તારું, હૃદય થઈ ગયું છે આજ બાવરું, પ્રગટ...
નિઃસ્વાર્થ નયન તારાં, આપે અંતરને શાંતિની રાહત ભરી
છૂટે જ્યાં આપલે-ના તાર, મટે જીવનના સઘળા વ્યવહાર
પ્રગટે ત્યાં દિવ્ય અનુપમ રૂપ રે, તારું છે જે પ્રેમથી ભરેલું
ભૂલે-ભટકે ને સદાય કરે તું સહાય, આશ ના કદી તું છોડનારું .. પ્રગટ ..
પ્રેમમાં રમાડનારું, પ્રેમથી બધું પમાડનારું, પ્રગટ સ્વરૂપ છે તારું દર્દ હરનારું
દિવ્ય જ્ઞાનની ધારા વહેડાવનારું, પ્રગટ સ્વરૂપ છે તારું પ્રેમથી ભેરલું
નિજ ભાન ભુલાવનારું, સ્વમાં સ્થિર કરનારું, દિવ્ય પ્રગટ સ્વરૂપ છે
પ્રગટ સ્વરૂપ તારું પ્રેમથી છે ભરેલું, દિવ્ય અનુપમ રૂપ તારું છે દર્દ હરનારું