View Hymn (Bhajan)
Hymn No. 232 | Date: 16-Jul-19931993-07-161993-07-16પીછો છોડાવવો છે તો સૌનેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=pichho-chhodavavo-chhe-to-saune-jivanamam-duhkha-dardathi-toપીછો છોડાવવો છે તો સૌને,
જીવનમાં દુઃખ દર્દથી તો પીછો છોડાવવો છે,
નથી છોડાવવો પીછો તો સુખથી તો જીવનમાં.
જવાબદારીથી તો સૌને પીછો છોડાવવો છે,
બેજવાબદાર બની રહેવું છે પોતાને, પણ અન્યને તો,
જગમાં સહુ ચાહે કોઈને કોઈથી પીછો છોડાવવા,
અન્યથી તો ચાહે પીછો છોડાવવા, આ જગમાં સહુ કોઈ ,
ના છોડે પોતે પીછો તો અન્યનો જગમાં …..
ચાહે સહુ કોઈ મુસીબતોથી તો પીછો છોડાવવા…
ચાહે સહુ કોઈ દુઃખદર્દથી તો પીછો છોડાવવા …..
જવાબદારીઓથી કંટાળીને ચાહે પીછો છોડવવા …
કટકટ સાંભળી રોજની, કંટાળીને એનાથી ચાહે પીછો છોડાવવા,
થાતું હોય જ્યાં અપમાન, ત્યાંથી ચાહે પીછો છોડાવવા,
મુશ્કેલીઓ અને મોતથી, ચાહે સહુ કોઈ પીછો છોડાવવા,
જીવનમાં સુખથી ના ચાહે કોઈ પીછો છોડવવા.
પીછો છોડાવવો છે તો સૌને