View Hymn (Bhajan)

Sr No. 174 | Date: 07-Apr-19931993-04-07પીધા ઘણા પ્યાલા ઝેરના તો જીવનમાં, પણ મીરાંબાઈ ના બની શક્યાhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=pidha-ghana-katora-jerana-to-jivanamam-pana-mirambai-na-bani-shakyaપીધા ઘણા પ્યાલા ઝેરના તો જીવનમાં, પણ મીરાંબાઈ ના બની શક્યા

કર્યો પ્રેમ તો જીવનમાં ઘણો, તોય રાધા ના બની શક્યા

લખી હૂંડી તો તને અમે, પણ નરસિંહ મહેતા તો ના બની શક્યા

કર્યા બહુ ઢોંગ, પણ તોય તને ના મળી શક્યા

પીધું વિશ્વાસ વિનાનું ઝેર, ના એ તો અમૃત બની શક્યું

ને એ ઝેર પચાવવું મુશ્કેલ તો થઈ ગયું

હતી પ્રેમમાં માંગણીઓ ને માંગણીઓ, તને હૈયે ન વસાવી શક્યા

ખાલી વાતો ને વાતો જ કરતા રહ્યા

બીજાઓ પ્રત્યે આકર્ષાતા, અમે તારામાં લીન ન થઈ શક્યા

વચન અને ચારિત્રનું ખંડન તો કરતા રહ્યા

સંદેશો પણ તને તો ના મોકલી શક્યા, તને વશમાં ના કરી શક્યા

નથી અમે મીરાં કે રાધા જેવા, તો પણ એમનાથી વિશેષ, અમને ગણતા રહ્યા

પીધા ઘણા પ્યાલા ઝેરના તો જીવનમાં, પણ મીરાંબાઈ ના બની શક્યા
Pidha ghana pyala jerana to jivanamam, pana mirambai na bani shakya

View Original
Increase Font Decrease Font

 
પીધા ઘણા પ્યાલા ઝેરના તો જીવનમાં, પણ મીરાંબાઈ ના બની શક્યા

કર્યો પ્રેમ તો જીવનમાં ઘણો, તોય રાધા ના બની શક્યા

લખી હૂંડી તો તને અમે, પણ નરસિંહ મહેતા તો ના બની શક્યા

કર્યા બહુ ઢોંગ, પણ તોય તને ના મળી શક્યા

પીધું વિશ્વાસ વિનાનું ઝેર, ના એ તો અમૃત બની શક્યું

ને એ ઝેર પચાવવું મુશ્કેલ તો થઈ ગયું

હતી પ્રેમમાં માંગણીઓ ને માંગણીઓ, તને હૈયે ન વસાવી શક્યા

ખાલી વાતો ને વાતો જ કરતા રહ્યા

બીજાઓ પ્રત્યે આકર્ષાતા, અમે તારામાં લીન ન થઈ શક્યા

વચન અને ચારિત્રનું ખંડન તો કરતા રહ્યા

સંદેશો પણ તને તો ના મોકલી શક્યા, તને વશમાં ના કરી શક્યા

નથી અમે મીરાં કે રાધા જેવા, તો પણ એમનાથી વિશેષ, અમને ગણતા રહ્યા



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


pīdhā ghaṇā pyālā jhēranā tō jīvanamāṁ, paṇa mīrāṁbāī nā banī śakyā

karyō prēma tō jīvanamāṁ ghaṇō, tōya rādhā nā banī śakyā

lakhī hūṁḍī tō tanē amē, paṇa narasiṁha mahētā tō nā banī śakyā

karyā bahu ḍhōṁga, paṇa tōya tanē nā malī śakyā

pīdhuṁ viśvāsa vinānuṁ jhēra, nā ē tō amr̥ta banī śakyuṁ

nē ē jhēra pacāvavuṁ muśkēla tō thaī gayuṁ

hatī prēmamāṁ māṁgaṇīō nē māṁgaṇīō, tanē haiyē na vasāvī śakyā

khālī vātō nē vātō ja karatā rahyā

bījāō pratyē ākarṣātā, amē tārāmāṁ līna na thaī śakyā

vacana anē cāritranuṁ khaṁḍana tō karatā rahyā

saṁdēśō paṇa tanē tō nā mōkalī śakyā, tanē vaśamāṁ nā karī śakyā

nathī amē mīrāṁ kē rādhā jēvā, tō paṇa ēmanāthī viśēṣa, amanē gaṇatā rahyā
Explanation in English Increase Font Decrease Font

We drank many bowls of poison in life, yet we could never become Mirabai.

We loved deeply in life, yet we could never become Radha.

We wrote a promissory note (Hundi) to You, yet we could never become Narsinh Mehta.

We practiced so much hypocrisy, and yet we could never reach You!

We drank the poison without absolute faith, so it could never turn into nectar;

Instead, digesting that poison became a painful ordeal.

Our love was filled only with endless demands and expectations, so we could never enshrine You in our hearts;

We simply kept talking and talking empty words.

Drawn toward worldly attractions, we could never dissolve ourselves in You.

We kept breaking our promises and compromising our character,

We could not even send a true message of devotion to You, nor could we ever surrender our ego to win You over.

We are nothing like Mira or Radha, yet we blindly kept considering ourselves superior to them!