View Hymn (Bhajan)
Hymn No. 268 | Date: 03-Aug-19931993-08-031993-08-03પ્રભુ છે તું તો સહુનો નાથ, જગમાં કોઈ નથી રે અનાથSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-chhe-tum-to-sahuno-natha-jagamam-koi-nathi-re-anathaપ્રભુ છે તું તો સહુનો નાથ, જગમાં કોઈ નથી રે અનાથ
છે તું તો સહુની સાથ, જગમાં કોઈ નથી રે અનાથ,
પ્રભુ છે તું તો જગતનો નાથ, જગતમાં કોઈ નથી રે અનાથ,
પ્રભુ છે તું તો સહુની સંગાથ, જગતમાં કોઈ નથી રે અનાથ,
છે તું તો સહુનો શ્વાસ જગતમાં, કોઈ નથી રે અનાથ
રાખે છે સહુની તો તું લાજ, જગતમાં કોઈ નથી રે અનાથ
બને છે જે તો તારા દાસ, એના હૈયે છે તારો વાસ, જગતમાં કોઈ …..
જીવનની તો તું છે આશ, જગતમાં કોઈ નથી રે અનાથ
પ્રીત કરે છે જે તો તારી સાથ રે, જીતે છે એ તો સદાય રે
દૂર થાય દુખડા એના તત્કાળ રે, ફરે માથે જ્યાં તારો હાથ રે
પ્રભુ છે તું તો સહુનો નાથ, જગમાં કોઈ નથી રે અનાથ