પ્રેમના છે પુષ્પો પ્રભુ, પ્રેમના છે પુષ્પો, લાવી છું તારે કાજ રે
મારા વહાલા, મારા પ્રભુ, કર સ્વીકાર એનો આજ રે
અંતરની તો આશ, મારા અંતરની આશ, સ્વીકાર એને આજ રે
છે વિનંતી મારી આજ રે, પ્રભુ, આજ રે, હું તો છું તારી દાસ રે - મારા...
ભરી-ભરી ભાવો આજ રે, ગૂંથી માળા તારે કાજ રે - મારા...
મહેકે છે હર એક પુષ્પ તો આજ રે પ્રભુ (2)
છે એ તો મારા પ્રેમનો આવાસ રે - મારા...
છે એક તારું તો પુષ્પ, તારે કાજ રે (2)
આપ્યો આશ્રય ચરણોમાં, પૂરી કર મારી આશ રે - મારા...
- સંત શ્રી અલ્પા મા
prēmanā chē puṣpō prabhu, prēmanā chē puṣpō, lāvī chuṁ tārē kāja rē
mārā vahālā, mārā prabhu, kara svīkāra ēnō āja rē
aṁtaranī tō āśa, mārā aṁtaranī āśa, svīkāra ēnē āja rē
chē vinaṁtī mārī āja rē, prabhu, āja rē, huṁ tō chuṁ tārī dāsa rē - mārā...
bharī-bharī bhāvō āja rē, gūṁthī mālā tārē kāja rē - mārā...
mahēkē chē hara ēka puṣpa tō āja rē prabhu (2)
chē ē tō mārā prēmanō āvāsa rē - mārā...
chē ēka tāruṁ tō puṣpa, tārē kāja rē (2)
āpyō āśraya caraṇōmāṁ, pūrī kara mārī āśa rē - mārā...
|
Explanation in English
|
|
These are the flowers of love, O Lord, flowers of love, I have brought them for Your sake.
My beloved, my Lord, please accept them today.
This is the desire of my heart, the deep yearning of my soul, please accept it today.
This is my prayer today, O Lord, just today, for I am Your humble servant - My beloved…
Filling every moment with deep emotions today, I have woven a garland for Your sake - My beloved…
Every single flower is blooming with fragrance today, O Lord!
This garland is the very abode of my love - My beloved…
Every single flower of mine is meant only for Your sake!
You have given me shelter at Your feet, now fulfill the longing of my heart - My beloved…
|