પ્રભુ, જાણું હું તને, ન જાણું મંત્ર-જાપ રે
જાણું બસ તારું નામ, ન જાણું શાસ્ત્ર-સિદ્ધાંત રે
પૂજા-આરતી હું ન જાણું, છું હું અગોચર તારો બાળ રે
પોકારું છું તારું નામ હૈયેથી કે હોઠથી, એની પણ મને ના જાણ રે
ન સમજાય તારી અટપટી વાત મને, છું હું મંદબુદ્ધિ, ન સમજું તારા શબ્દોને
ન જાણું કાંઈ પણ, છતાં પ્રભુ, જાવું મને સામે પાર રે
બસ જાણું છું એટલું, કે પહોંચાડીશ તું જ મને સામે પાર રે
- સંત શ્રી અલ્પા મા
prabhu, jāṇuṁ huṁ tanē, na jāṇuṁ maṁtra-jāpa rē
jāṇuṁ basa tāruṁ nāma, na jāṇuṁ śāstra-siddhāṁta rē
pūjā-āratī huṁ na jāṇuṁ, chuṁ huṁ agōcara tārō bāla rē
pōkāruṁ chuṁ tāruṁ nāma haiyēthī kē hōṭhathī, ēnī paṇa manē nā jāṇa rē
na samajāya tārī aṭapaṭī vāta manē, chuṁ huṁ maṁdabuddhi, na samajuṁ tārā śabdōnē
na jāṇuṁ kāṁī paṇa, chatāṁ prabhu, jāvuṁ manē sāmē pāra rē
basa jāṇuṁ chuṁ ēṭaluṁ, kē pahōṁcāḍīśa tuṁ ja manē sāmē pāra rē
|
Explanation in English
|
|
Oh Lord! I only know You, I do not know any mantras or chants.
I only know Your name; I do not know scriptures, nor do I know doctrines.
I do not know how to perform ritual worship or Aarti, I am just Your innocent child.
Whether I call out Your name from deep within my heart or merely from my lips, I am not even aware of that.
I cannot comprehend Your complex ways; I am simple-minded, and I fail to understand Your words.
I do not know anything at all, yet, Oh Lord, I wish to reach the opposite shore.
I only know this much: that You alone will safely guide me to that shore.
|