View Hymn (Bhajan)
Hymn No. 293 | Date: 10-Aug-19931993-08-101993-08-10યાદ કરે છે, યાદ કરે છે, રાખજે તું સદા યાદSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=yada-kare-chhe-yada-kare-chhe-rakhaje-tum-sada-yadaયાદ કરે છે, યાદ કરે છે, રાખજે તું સદા યાદ
તારા પ્રભુ તો તને, તારા વાલા તો તને, હર પળ ને હર ક્ષણ,
યાદ કરે છે, યાદ કરે છે …
શ્વાસેશ્વાસે પ્રભુ તો તને યાદ કરે છે, યાદ કરે છે
રાખે છે સંભાળ તો તારી ક્ષણે ક્ષણે, તારા પ્રભુ …..
ભૂલે ના તને એ તો એક પળ, તારા શ્વાસેશ્વાસે તો તને યાદ કરે છે
કરવાનું યાદ ભૂલી, તું તો શાને ફરિયાદ કરે છે
ફરિયાદ કરવાનું ભૂલી, યાદ કર તું એકવાર
કરીશ સાચા દિલથી જો યાદ, નહીં હશે તને કોઈ ફરિયાદ
જાગી જાશે હૈયે એ તો વિશ્વાસ કે, તારા પ્રભુ તો હરઘડી યાદ કરે છે
યાદ કરે છે, યાદ કરે છે, રાખજે તું સદા યાદ