View Hymn (Bhajan)

Sr No. 3920 | Date: 11-Sep-20002000-09-11પ્રભુ તારા એક મધુર હાસ્યે જીવન મારું બદલી દીધુંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-tara-eka-madhura-hasye-jivana-marum-badali-didhumપ્રભુ તારા એક મધુર હાસ્યે જીવન મારું બદલી દીધું,

તારા નામે તે નામે એક મધુરું સ્વપ્ન ઊભું કરી દીધું,

અલગતા મટી જ્યાં એમાં અરે દિલની ધડકન નામ તારું લેતું ગયું,

હૈયા પર છવાયા હતા ચિંતાઓના ઘના રે વાદળ,

એક મીઠું હાસ્ય તારું મને ચિંતા મુક્ત કરી ગયું, પ્રભુ તારા એક...

જીવનમાં મને સાચા સુખની અનુભૂતિ કરાવી ગયું,

દર્દ ભુલાવી ને દિલની બેચૈની મારી એ ઓછી કરી ગયું,

ખુદને ખુદથી એ ચોરાવી ગયું, પ્રભુ તારા એ મધુર હાસ્યે જીવન મારું ...

મૂરઝાયેલા મારા હૃદય કમળને એ ફરી ખીલવી ગયું,

જીવનમાં જીવનનો સાર એ સમજાવી ગયું, તારા એક મધુર હાસ્યે જીવન ...

પ્રભુ તારા એક મધુર હાસ્યે જીવન મારું બદલી દીધું
Prabhu tara eka madhura hasye jivana marum badali didhum

View Original
Increase Font Decrease Font

પ્રભુ તારા એક મધુર હાસ્યે જીવન મારું બદલી દીધું,

તારા નામે તે નામે એક મધુરું સ્વપ્ન ઊભું કરી દીધું,

અલગતા મટી જ્યાં એમાં અરે દિલની ધડકન નામ તારું લેતું ગયું,

હૈયા પર છવાયા હતા ચિંતાઓના ઘના રે વાદળ,

એક મીઠું હાસ્ય તારું મને ચિંતા મુક્ત કરી ગયું, પ્રભુ તારા એક...

જીવનમાં મને સાચા સુખની અનુભૂતિ કરાવી ગયું,

દર્દ ભુલાવી ને દિલની બેચૈની મારી એ ઓછી કરી ગયું,

ખુદને ખુદથી એ ચોરાવી ગયું, પ્રભુ તારા એ મધુર હાસ્યે જીવન મારું ...

મૂરઝાયેલા મારા હૃદય કમળને એ ફરી ખીલવી ગયું,

જીવનમાં જીવનનો સાર એ સમજાવી ગયું, તારા એક મધુર હાસ્યે જીવન ...

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

prabhu tārā ēka madhura hāsyē jīvana māruṁ badalī dīdhuṁ,

tārā nāmē tē nāmē ēka madhuruṁ svapna ūbhuṁ karī dīdhuṁ,

alagatā maṭī jyāṁ ēmāṁ arē dilanī dhaḍakana nāma tāruṁ lētuṁ gayuṁ,

haiyā para chavāyā hatā ciṁtāōnā ghanā rē vādala,

ēka mīṭhuṁ hāsya tāruṁ manē ciṁtā mukta karī gayuṁ, prabhu tārā ēka...

jīvanamāṁ manē sācā sukhanī anubhūti karāvī gayuṁ,

darda bhulāvī nē dilanī bēcainī mārī ē ōchī karī gayuṁ,

khudanē khudathī ē cōrāvī gayuṁ, prabhu tārā ē madhura hāsyē jīvana māruṁ ...

mūrajhāyēlā mārā hr̥daya kamalanē ē pharī khīlavī gayuṁ,

jīvanamāṁ jīvananō sāra ē samajāvī gayuṁ, tārā ēka madhura hāsyē jīvana ...