View Hymn (Bhajan)

Hymn No. 2560 | Date: 10-Aug-19981998-08-10પ્રભુ તારા પ્રેમના વરસાદથી ધોવાઈ જાય મારા મનની મલિનતા તો બસ છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-tara-premana-varasadathi-dhovai-jaya-mara-manani-malinata-to-basaપ્રભુ તારા પ્રેમના વરસાદથી ધોવાઈ જાય મારા મનની મલિનતા તો બસ છે

કઠોર સંજોગોની વચ્ચે જળવાઈ રહે, હૈયાની કોમળતા તો બસ છે

ચાહે કરે કોઈ કેવો વર્તાવ, જળવાઈ રહે મારા હોઠ પર ધૈર્યની મીઠાસ, તો બસ છે

શિકાયતોની ના થાય અસર મને, દિલમાં રહે પ્રભુ તારી ધૂન તો બસ છે

કરવાનું છે જીવનમાં ઘણું ઘણું, જે કામ લઉં હાથમાં એ પુરું કરું તો બસ છે

ઇચ્છાઓની તો ક્યાં વાત કરવી, જીવનમાં ઇચ્છાઓની પાછળ ના દોડું તો બસ છે

દર્દની દાસ્તા છે મોટી ઘણી, જીવનમાં સહનશક્તિ વધારી શકું તો બસ છે

ભૂલીને ભાન જીવનનું, ભૂલીને બધું રહું પ્રભુ તુજમાં મસ્ત તો બસ છે

પ્રભુ તારા ભક્તિના રંગમાં રંગાઈને, જીવું હું જીવન તો બસ છે

પ્રભુ તારા પ્રેમના વરસાદથી ધોવાઈ જાય મારા મનની મલિનતા તો બસ છે

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

prabhu tārā prēmanā varasādathī dhōvāī jāya mārā mananī malinatā tō basa chē

kaṭhōra saṁjōgōnī vaccē jalavāī rahē, haiyānī kōmalatā tō basa chē

cāhē karē kōī kēvō vartāva, jalavāī rahē mārā hōṭha para dhairyanī mīṭhāsa, tō basa chē

śikāyatōnī nā thāya asara manē, dilamāṁ rahē prabhu tārī dhūna tō basa chē

karavānuṁ chē jīvanamāṁ ghaṇuṁ ghaṇuṁ, jē kāma lauṁ hāthamāṁ ē puruṁ karuṁ tō basa chē

icchāōnī tō kyāṁ vāta karavī, jīvanamāṁ icchāōnī pāchala nā dōḍuṁ tō basa chē

dardanī dāstā chē mōṭī ghaṇī, jīvanamāṁ sahanaśakti vadhārī śakuṁ tō basa chē

bhūlīnē bhāna jīvananuṁ, bhūlīnē badhuṁ rahuṁ prabhu tujamāṁ masta tō basa chē

prabhu tārā bhaktinā raṁgamāṁ raṁgāīnē, jīvuṁ huṁ jīvana tō basa chē