View Hymn (Bhajan)
Hymn No. 2563 | Date: 13-Aug-19981998-08-131998-08-13પ્રભુ તારી આંખ ડાબેથી જમણી બાજુ ફરી જાય, એમાં તો ઘણું ઘણું થઇ જાયSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-tari-ankha-dabethi-jamani-baju-phari-jaya-emam-to-ghanum-ghanumપ્રભુ તારી આંખ ડાબેથી જમણી બાજુ ફરી જાય, એમાં તો ઘણું ઘણું થઇ જાય
યુગોના યુગો બદલાઈ જાય,નવા યુગોનું સર્જન એમાં થઇ જાય
પળના એ પલકારામાં પ્રભુ ઘણું ઘણું થઇ જાય, જીવનના જીવન એમાં બદલાઈ જાય
પળે દૃષ્ટિ તારી જેના ઉપર, એના તો સઘળા કાર્ય પળમાં પાર પડી જાય
ડાબી આંખ પ્રભુ તારી જો જમણી તરફ ફરી જાય, એમાં તો બધુ પલટાઈ જાય
બદલાઈ જાય યુગો, કાયા પરિવર્તન એમાં તો થઇ જાય
કંગાલ પર પડે જો તારી દૃષ્ટિ, તો નિહાલ એ એમાં તો થઇ જાય
પળભરના એ ચમકારામાં ભાગ્ય પલટાઈ જાય, નવું સર્જન થઇ જાય
તારી સૃષ્ટિમાં પ્રભુ તારી એક પ્યાર ભરી નજર, જો અમારા પર પડી જાય
મટી જાય અંતર ત્યાં આપણી વચ્ચેનું, એક અંતર એમાં થઇ જાય
પ્રભુ તારી આંખ ડાબેથી જમણી બાજુ ફરી જાય, એમાં તો ઘણું ઘણું થઇ જાય