સમજું છું ને ગણું છું જેને પ્યાર, એ શાયદ પ્યાર નથી
નહીં તો મારો વાલો, રાજી થવામાં વાર લગાડતો નથી
છે પ્યારનો તો પ્યાસો એ, મળે જો પ્યાર એને, તો એ આવ્યા વિના રહેતો નથી
છે કદરદાન એ સાચો, કદર કરવામાં એ વાર લગાડતો નથી
છું હું મજબૂર, ન જાણે કેટલી, કે મારો ભ્રમ હું તોડી શકતી નથી
ચાલું છું હું તો ઘણું, પણ સાચી રાહે હું ચાલી શકતી નથી
છે રાહ અલગ અમારી કદાચ, એટલા માટે ભેટો આપણો થાતો નથી
ખોટા રીત-રિવાજને, સમજી પ્યાર હું બેઠી શું, એથી મારો વાલો આવતો નથી
કે પછી હજી દિલથી મારા વિકારો હટયા નથી, નહીં તો મારો વાલો, રાહ જોવડાવતો નથી
- સંત શ્રી અલ્પા મા
samajuṁ chuṁ nē gaṇuṁ chuṁ jēnē pyāra, ē śāyada pyāra nathī
nahīṁ tō mārō vālō, rājī thavāmāṁ vāra lagāḍatō nathī
chē pyāranō tō pyāsō ē, malē jō pyāra ēnē, tō ē āvyā vinā rahētō nathī
chē kadaradāna ē sācō, kadara karavāmāṁ ē vāra lagāḍatō nathī
chuṁ huṁ majabūra, na jāṇē kēṭalī, kē mārō bhrama huṁ tōḍī śakatī nathī
cāluṁ chuṁ huṁ tō ghaṇuṁ, paṇa sācī rāhē huṁ cālī śakatī nathī
chē rāha alaga amārī kadāca, ēṭalā māṭē bhēṭō āpaṇō thātō nathī
khōṭā rīta-rivājanē, samajī pyāra huṁ bēṭhī śuṁ, ēthī mārō vālō āvatō nathī
kē pachī hajī dilathī mārā vikārō haṭayā nathī, nahīṁ tō mārō vālō, rāha jōvaḍāvatō nathī
|