View Hymn (Bhajan)
Hymn No. 3039 | Date: 09-Dec-19981998-12-091998-12-09પ્રભુ તું જો ભવ્ય હોય તો, મારા સ્વપ્નમાં જો આવે તું તોSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-tum-jo-bhavya-hoya-to-mara-svapnamam-jo-ave-tum-toપ્રભુ તું જો ભવ્ય હોય તો, મારા સ્વપ્નમાં જો આવે તું તો
મારું સ્વપ્ન એનાથી વધારે ભવ્ય છે
સ્વપ્ન મારું ના ચોરાય, રાખુ હું એની તકેદારી, કે તું નટખટ ખેલૈયો છે
સ્વપ્ન પર મેળવીશ કાબૂ પુરો હું, ત્યારે તું બીજે ક્યાંય નથી જવાનો
તું તો હરએક અંશે છે મીઠો ને મીઠો, મારા સ્વપ્નાને મીઠો બનાવનારો
જીવન એક મહાસ્વપ્ન છે પ્રભુ, તું તો સ્વપ્ન સુંદર છે મારો
તારું નામ તો છે કડવાશ ને મીઠો બનાવનારો, પ્રભુ તું છે સ્વપ્ન સુંદર મારો
જીવનમાં ભેળવ્યો તને જેણે, એનો સંસાર તું મીઠો બનાવનારો
ભવ્યતામાં પણ અતિભવ્ય તું છે મારા સ્વપ્નાનો સર્જનહારો
સ્વપ્ન આપનારો પણ છે તું, ને તુંજ છે મીઠી નીંદર દેનારો
પ્રભુ તું જો ભવ્ય હોય તો, મારા સ્વપ્નમાં જો આવે તું તો