View Hymn (Bhajan)
Sr No. 3268 | Date: 27-Feb-19991999-02-271999-02-27સંબંધોના છે બે છેડા, એક છોડે છે તારે હાથ, પછી શાને તું મૂંઝાય છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=sambandhona-chhe-be-chheda-eka-chhode-chhe-tare-hatha-pachhi-shane-tumસંબંધોના છે બે છેડા, એક છોડે છે તારે હાથ, પછી શાને તું મૂંઝાય છે
સંબંધોને તાણવા કે ઢીલા કરવા, સંબંધોને કેવા કરવા એ તો છે તારે હાથ, પછી …
પકડી રાખજે એક છેડો તું, ના છૂટવા દેજે એને હાથમાંથી જરાય, પછી
બીજે છેડે હોય ભલે ખેંચતાણ, જાળવજે તું સ્થિરતા એમાં, કે તું શાને મૂંઝાય છે
કોઈ તાણે ને તું જવા દે એની ચાલે, પકડજે એને તું મજબૂતીથી, જરા કે પછી …
ચાહે આવે ઢીલાશ એમાં કે આવે તનાવ, છે એ તો એનો રંગ તું શાને મૂંઝાય
હોય જ્યાં જેનો છેડો ત્યાં એ જાય, સમજી જાજે આ વાતને કે શાને તું મૂંઝાય છે
એમાં આવતી નરમી ગરમી જોઈને, તું શાને નાહક પરેશાન થાય છે
હશે જો બીજો છેડો તારા હાથમાં, તો ધાર્યા પ્રમાણે વણાંક એને અપાય છે
જોઈએ જેવો ખુદને ઘાટ, એવો એને ઘડાય છે, કે તું શાને મૂંઝાય છે
ક્યાંય પણ હોય આખર એ તારી પાસ, આવી જાય છે કે શાને તું મૂંઝાય છે
સમતા જળવાય છે જ્યાં બંધનોમાં, ત્યાં બંધનો પ્યારમાં પરિવર્તિત થઈ જાય છે
સંબંધોના છે બે છેડા, એક છોડે છે તારે હાથ, પછી શાને તું મૂંઝાય છે