View Hymn (Bhajan)

Sr No. 4790 | Date: 24-Feb-20192019-02-24પ્રેમભર્યા દિલને હડસેલવાથી, કોઈ ઊંચું બિરુદ મળવાનું નથીhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=premabharya-dilane-hadaselavathi-koi-unchum-biruda-malavanum-nathiપ્રેમભર્યા દિલને હડસેલવાથી, કોઈ ઊંચું બિરુદ મળવાનું નથી

સ્વાર્થભર્યા સગપણ જીવનમાં, ઝાઝા ટકવાનાં તો નથી

વાતે વાતે જૂઠનો સહારો લેવાથી, સત્ય ઢંકાતું નથી

આંસુઓનો સાથ લેવાથી, દિલનું કપટ કાંઈ છૂપતું નથી

નિઃસ્વાર્થતાને અપનાવ્યા વિના, જીવનમાં શાંતિ મળવાની નથી

મીઠું મીઠું બોલવાથી, પ્રભુ કાંઈ છેતરાતા નથી

લાખ કરો સજ્જનતાના દેખાવ, ખાલી દેખાવાથી કાંઈ થાતું નથી

પ્રેમ જ જીતે પ્રેમને, પ્રેમ વગર જીવનમાં બરકત આવતી નથી

દર્દ પર રડવાથી કાંઈ થાતું નથી, એનો ઇલાજ કર્યા વિના એ મટતું નથી

વિકૃત મન વધારે ચંચળ છે, સ્થિરતા એ પ્રદાન કરી શકતું નથી

પ્રેમભર્યા દિલને હડસેલવાથી, કોઈ ઊંચું બિરુદ મળવાનું નથી
Premabharya dilane hadaselavathi, koi unchum biruda malavanum nathi

View Original
Increase Font Decrease Font

પ્રેમભર્યા દિલને હડસેલવાથી, કોઈ ઊંચું બિરુદ મળવાનું નથી

સ્વાર્થભર્યા સગપણ જીવનમાં, ઝાઝા ટકવાનાં તો નથી

વાતે વાતે જૂઠનો સહારો લેવાથી, સત્ય ઢંકાતું નથી

આંસુઓનો સાથ લેવાથી, દિલનું કપટ કાંઈ છૂપતું નથી

નિઃસ્વાર્થતાને અપનાવ્યા વિના, જીવનમાં શાંતિ મળવાની નથી

મીઠું મીઠું બોલવાથી, પ્રભુ કાંઈ છેતરાતા નથી

લાખ કરો સજ્જનતાના દેખાવ, ખાલી દેખાવાથી કાંઈ થાતું નથી

પ્રેમ જ જીતે પ્રેમને, પ્રેમ વગર જીવનમાં બરકત આવતી નથી

દર્દ પર રડવાથી કાંઈ થાતું નથી, એનો ઇલાજ કર્યા વિના એ મટતું નથી

વિકૃત મન વધારે ચંચળ છે, સ્થિરતા એ પ્રદાન કરી શકતું નથી

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

prēmabharyā dilanē haḍasēlavāthī, kōī ūṁcuṁ biruda malavānuṁ nathī

svārthabharyā sagapaṇa jīvanamāṁ, jhājhā ṭakavānāṁ tō nathī

vātē vātē jūṭhanō sahārō lēvāthī, satya ḍhaṁkātuṁ nathī

āṁsuōnō sātha lēvāthī, dilanuṁ kapaṭa kāṁī chūpatuṁ nathī

niḥsvārthatānē apanāvyā vinā, jīvanamāṁ śāṁti malavānī nathī

mīṭhuṁ mīṭhuṁ bōlavāthī, prabhu kāṁī chētarātā nathī

lākha karō sajjanatānā dēkhāva, khālī dēkhāvāthī kāṁī thātuṁ nathī

prēma ja jītē prēmanē, prēma vagara jīvanamāṁ barakata āvatī nathī

darda para raḍavāthī kāṁī thātuṁ nathī, ēnō ilāja karyā vinā ē maṭatuṁ nathī

vikr̥ta mana vadhārē caṁcala chē, sthiratā ē pradāna karī śakatuṁ nathī