View Hymn (Bhajan)
Hymn No. 2995 | Date: 13-Nov-19981998-11-131998-11-13પ્રેમની પ્યાસ જગાવીને અમને, પ્યાસા પ્રભુ તમે શાને રાખ્યાSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=premani-pyasa-jagavine-amane-pyasa-prabhu-tame-shane-rakhyaપ્રેમની પ્યાસ જગાવીને અમને, પ્યાસા પ્રભુ તમે શાને રાખ્યા
તમે ખેલશો ખેલ અમારી સાથે એવા, અમે તમને એવા નોતા ધાર્યા
પ્યાસ બુઝાવવા પાસ અમે આવ્યા તમારી, ને તમે પ્યાસ વધારતા ગયા
ચેન પામવા આવ્યા પાસે તમારી, વધારી દેશો તડપ એવા અમે નોતા ધાર્યા
મસ્તી કરી મીઠી અમે તમારી સાથે, મજા પામવા અમે ગયા
મીઠી મસ્તી તમારી ઊંઘ હરી લેશે અમારી, એવા અમે તમને નોંતા ધાર્યા
દિલ લગાડયું અમે તમારી સાથે, પ્યાર તમારો પામવા
તડપાવી તડપાવી કરશો પ્યાર તમે અમને, એવા નોતા ધાર્યા
જોઈને તમારા મુખના ચળકતા તેજ, લેવા પાસે આવ્યા
છુપાઈ જાશો તમે તમારા તેજમાં, એવા અમે નોતા ધાર્યા
પ્રેમની પ્યાસ જગાવીને અમને, પ્યાસા પ્રભુ તમે શાને રાખ્યા