View Hymn (Bhajan)
Hymn No. 2996 | Date: 13-Nov-19981998-11-131998-11-13નાસ્તિક નથી અમે, આસ્તિક બન્યા નથી, ચાલી રહ્યાં છીએ ક્યાં એ ખબર નથીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=nastika-nathi-ame-astika-banya-nathi-chali-rahyam-chhie-kyam-e-khabaraનાસ્તિક નથી અમે, આસ્તિક બન્યા નથી, ચાલી રહ્યાં છીએ ક્યાં એ ખબર નથી
ભૂલ્યા છીએ રાહ અમે જીવનમાં, એને અમે ભૂલ્યા નથી
ભૂલીને પણ રાહ જીવનમાં, એને અમે ભૂલ્યા નથી, કે નાસ્તિક નથી ને આસ્તિક અમે …
તમારાથી અજાણ્યા અમારે રહેવું નથી, તમારાથી અજાણ્યા અમે નથી
કૃપા વરસાવો છો પ્રભુ સદા તમે, તમારી કૃપાના પ્યાલા અમે પીધા નથી
યાદ કરીએ છીએ અમે, કે યાદની પરાકાષ્ઠાએ અમે પહોંચ્યા નથી
જીવનમાં છીએ અમે મઝધારે, કે કોઈ કિનારા પર અમે નથી
હા ના ની વચ્ચે છીએ અમે, કે કોઈ એક તરફ અમે ઊભા નથી
વિકારોથી દટાયેલા અમે, શુદ્ધ પહેચાન પોતાની પામી શક્યા નથી
કરીએ નિત્ય નવા નવા ઢોંગ અમે, જીવનમાં સાદાઇથી રહેતા અમે નથી
ડરીને કરીએ ક્યારેક કાંઈ, તો અહંકારમાં ભૂલીએ બધું, કે ફરક હજી હાલતમાં કાંઈ આવ્યો નથી
નાસ્તિક નથી અમે, આસ્તિક બન્યા નથી, ચાલી રહ્યાં છીએ ક્યાં એ ખબર નથી