પ્રીતલડી બંધાણી રે પ્રભુ તારા નામની
પ્રીતલડી બંધાણી રે વાલા તારા નામની
જોજે ના એ તો તૂટી જાય રે
તૂટે એ તો ન પ્રીત ગણાય રે
દિલડાની દેરી એ સ્થાપના કરી તારી
જોજે એ તો રિક્ત ન થાય રે
રિક્ત જો થાય, એ સ્થાપના ન ગણાય રે
શ્વાસેશ્વાસે સુગંધ તારી વસી રે
ક્ષણ માટે એ તો ન જાય રે
જો જાય એ તારી સુગંધ ન ગણાય રે
- સંત શ્રી અલ્પા મા