રહેવું હતું મારે હળીમળી, નડી એમાં જીવનમાં મારે પનોતી,
કે હું હળીમળીને ના રહી શક્યો, રાહુ કેતુથી ના બચી શક્યો,
વેરઝેરને ઓક્તો રહ્યો, અમૃત ના પીવડાવી શક્યો,
શીખ્યો જખમ આપવાનું, જખમ સહેવાનું ના શીખ્યો,
ઇર્ષાની પનોતી લાગી મને એવી, હળમળી હું ના જીવી શક્યો,
અહંકારની પનોતીએ તો મને કોઈની સંગ મળવા ના દીધો,
ચાહ્યું જીવનમાં જે એ હું કરી ના શક્યો,
અજાણ એવા દર્દથી ને ડરથી હું બચી ના શક્યો,
મેળવેલું લૂંટાઈ ના જાય એ ખ્યાલમાં ને ખ્યાલમાં હું રહ્યો,
આપવાથી બધું, વધે છે જીવનમાં બધું, એ હું સમજી ના શક્યો.
- સંત શ્રી અલ્પા મા
rahēvuṁ hatuṁ mārē halīmalī, naḍī ēmāṁ jīvanamāṁ mārē panōtī,
kē huṁ halīmalīnē nā rahī śakyō, rāhu kētuthī nā bacī śakyō,
vērajhēranē ōktō rahyō, amr̥ta nā pīvaḍāvī śakyō,
śīkhyō jakhama āpavānuṁ, jakhama sahēvānuṁ nā śīkhyō,
irṣānī panōtī lāgī manē ēvī, halamalī huṁ nā jīvī śakyō,
ahaṁkāranī panōtīē tō manē kōīnī saṁga malavā nā dīdhō,
cāhyuṁ jīvanamāṁ jē ē huṁ karī nā śakyō,
ajāṇa ēvā dardathī nē ḍarathī huṁ bacī nā śakyō,
mēlavēluṁ lūṁṭāī nā jāya ē khyālamāṁ nē khyālamāṁ huṁ rahyō,
āpavāthī badhuṁ, vadhē chē jīvanamāṁ badhuṁ, ē huṁ samajī nā śakyō.
|