View Hymn (Bhajan)

Sr No. 4707 | Date: 22-Apr-20182018-04-22રોજ રોજના બદલાતા અમારા તો, નિતનવા વ્યવહાર છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=roja-rojana-badalata-amara-to-nitanava-vyavahara-chheરોજ રોજના બદલાતા અમારા તો, નિતનવા વ્યવહાર છે

એમાં ક્યારેક જ ઊભરાતો, પ્રભુ તારા કાજે તો પ્યાર છે

ઇચ્છાઓની તો અમારી, અતૂટ ને અમીટ લંગાર છે

પૂરી થાય ના થાય જ્યાં એક, ત્યાં બીજાની તો વાત છે

ક્યારેક જાહેરમાં તો ક્યારેક સ્વાર્થમાં, સંતાયેલા વ્યવહાર છે

બદલતા રહે આકાર નવા નવા, વાત એની એ જ છે

બદલાય તો ક્યાંથી બદલાય વ્યવહાર, જ્યાં શું પામવું છે ના એની જાણ છે

જીવન જીવીએ એવી રીતે, જાણે સોદાબાજીની વખાર છે

દેખાવ બદલીએ નિતનવા, અંતરની ના સાચી ઓળખાણ છે

ફરિયાદો ને માગણીઓથી ભરેલો, પ્રભુ અમારો તારા કાજે પ્યાર છે

રોજ રોજના બદલાતા અમારા તો, નિતનવા વ્યવહાર છે
Roja rojana badalata amara to, nitanava vyavahara chhe

View Original
Increase Font Decrease Font

રોજ રોજના બદલાતા અમારા તો, નિતનવા વ્યવહાર છે

એમાં ક્યારેક જ ઊભરાતો, પ્રભુ તારા કાજે તો પ્યાર છે

ઇચ્છાઓની તો અમારી, અતૂટ ને અમીટ લંગાર છે

પૂરી થાય ના થાય જ્યાં એક, ત્યાં બીજાની તો વાત છે

ક્યારેક જાહેરમાં તો ક્યારેક સ્વાર્થમાં, સંતાયેલા વ્યવહાર છે

બદલતા રહે આકાર નવા નવા, વાત એની એ જ છે

બદલાય તો ક્યાંથી બદલાય વ્યવહાર, જ્યાં શું પામવું છે ના એની જાણ છે

જીવન જીવીએ એવી રીતે, જાણે સોદાબાજીની વખાર છે

દેખાવ બદલીએ નિતનવા, અંતરની ના સાચી ઓળખાણ છે

ફરિયાદો ને માગણીઓથી ભરેલો, પ્રભુ અમારો તારા કાજે પ્યાર છે

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

rōja rōjanā badalātā amārā tō, nitanavā vyavahāra chē

ēmāṁ kyārēka ja ūbharātō, prabhu tārā kājē tō pyāra chē

icchāōnī tō amārī, atūṭa nē amīṭa laṁgāra chē

pūrī thāya nā thāya jyāṁ ēka, tyāṁ bījānī tō vāta chē

kyārēka jāhēramāṁ tō kyārēka svārthamāṁ, saṁtāyēlā vyavahāra chē

badalatā rahē ākāra navā navā, vāta ēnī ē ja chē

badalāya tō kyāṁthī badalāya vyavahāra, jyāṁ śuṁ pāmavuṁ chē nā ēnī jāṇa chē

jīvana jīvīē ēvī rītē, jāṇē sōdābājīnī vakhāra chē

dēkhāva badalīē nitanavā, aṁtaranī nā sācī ōlakhāṇa chē

phariyādō nē māgaṇīōthī bharēlō, prabhu amārō tārā kājē pyāra chē