View Hymn (Bhajan)

Sr No. 4708 | Date: 22-Apr-20182018-04-22વૃત્તિઓના નાચમાં, આ જગત રહ્યું છે રે નાચીhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=vrittiona-nachamam-a-jagata-rahyum-chhe-re-nachiવૃત્તિઓના નાચમાં, આ જગત રહ્યું છે રે નાચી

ભૂલીને સાચું ને ખોટું, રહ્યું છે એમાં તો એ રાચી

વિવેક ને વિનય ખોયા, અંતરમાં રહ્યું નથી કાંઈ બાકી

અજંપો ને અશાંતિ વધી છે, એવી શાંતિ રહી નથી બાકી

છીનવીને મેળવવાની વાતમાં તો, મતિ ગઈ છે રે ભાગી

શુભ વ્યવહાર ને વર્તનની તો, એમની પાસે શી અપેક્ષા રાખવી

સુખચેન ખોવાઈ ગયાં છે, જીવનમાં ભ્રમણા રહી છે બાકી

દંભ ને આડંબરના રંગમાં, સચ્ચાઈ ગઈ છે રે ભાગી

ભાગી રહ્યા છે, દોડી રહ્યા છે સહુ કોઈ, આ દોડ નથી રે અટકી

ખોવાતા રહ્યા બધા એવા રે, ના કોઈએ સાચી પહેચાન માગી

વૃત્તિઓના નાચમાં, આ જગત રહ્યું છે રે નાચી
Vrittiona nachamam, a jagata rahyum chhe re nachi

View Original
Increase Font Decrease Font

વૃત્તિઓના નાચમાં, આ જગત રહ્યું છે રે નાચી

ભૂલીને સાચું ને ખોટું, રહ્યું છે એમાં તો એ રાચી

વિવેક ને વિનય ખોયા, અંતરમાં રહ્યું નથી કાંઈ બાકી

અજંપો ને અશાંતિ વધી છે, એવી શાંતિ રહી નથી બાકી

છીનવીને મેળવવાની વાતમાં તો, મતિ ગઈ છે રે ભાગી

શુભ વ્યવહાર ને વર્તનની તો, એમની પાસે શી અપેક્ષા રાખવી

સુખચેન ખોવાઈ ગયાં છે, જીવનમાં ભ્રમણા રહી છે બાકી

દંભ ને આડંબરના રંગમાં, સચ્ચાઈ ગઈ છે રે ભાગી

ભાગી રહ્યા છે, દોડી રહ્યા છે સહુ કોઈ, આ દોડ નથી રે અટકી

ખોવાતા રહ્યા બધા એવા રે, ના કોઈએ સાચી પહેચાન માગી

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

vr̥ttiōnā nācamāṁ, ā jagata rahyuṁ chē rē nācī

bhūlīnē sācuṁ nē khōṭuṁ, rahyuṁ chē ēmāṁ tō ē rācī

vivēka nē vinaya khōyā, aṁtaramāṁ rahyuṁ nathī kāṁī bākī

ajaṁpō nē aśāṁti vadhī chē, ēvī śāṁti rahī nathī bākī

chīnavīnē mēlavavānī vātamāṁ tō, mati gaī chē rē bhāgī

śubha vyavahāra nē vartananī tō, ēmanī pāsē śī apēkṣā rākhavī

sukhacēna khōvāī gayāṁ chē, jīvanamāṁ bhramaṇā rahī chē bākī

daṁbha nē āḍaṁbaranā raṁgamāṁ, saccāī gaī chē rē bhāgī

bhāgī rahyā chē, dōḍī rahyā chē sahu kōī, ā dōḍa nathī rē aṭakī

khōvātā rahyā badhā ēvā rē, nā kōīē sācī pahēcāna māgī