View Hymn (Bhajan)
Sr No. 3851 | Date: 15-Apr-20002000-04-152000-04-15વાગે છે ઘા દિલપર ત્યારે શું થાય છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=vage-chhe-gha-dilapara-tyare-shum-thaya-chheવાગે છે ઘા દિલપર ત્યારે શું થાય છે
જગને દર્દ ભરી કહાની મળી જાય છે
કાં તો દર્દ ભરી કવિતા રચાઈ જાય છે
સહન કરવાવાળો તો, સહન કરતો ને કરતો જાય છે
જગ તો એની વેદના માણતું જાય છે
સંતના વાક્યો સુધારી ના શકે જેને જીવનમાં
તો કવિનું કોમળ હૈયું શું એને સમજાવશે
સમજવાવાળ સમજે ઇશારતમાં, બાકી તો ના સમજાય છે
અનુભવની જાણ અનુભવે થાય, ના એ કાંઈ કહેવાય છે
અનુભવે એ જાણે કે ઘા વાગે દિલ પર, ત્યારે શું થાય છે
વાગે છે ઘા દિલપર ત્યારે શું થાય છે