સજશે ક્યાંથી દિલની મહેફિલ, જ્યાં દિલે દિલબરની ના હાજરી છે
જામશે કેવી રીતે મહેફિલની રંગત, જ્યાં ના એની સંગત છે
દિલની વ્યથા કહેવી કોને, કે વાત તો આ બહુ અંગત છે
સૂના મહેલ, સૂની બારી, જ્યાં એના મહેકની ના કોઈ ક્યારી છે
ના કોઈ આજમાઈશ, ના કોઈ ખ્વાહિશ, ખાલી ત્યાં ખામોશી છે
છે શોર તો ઘણો અંતરમાં અનહદ, એના નાદનો ના રણકારો છે
ખોવાયેલી વાતો ને ભટકેલી અવસ્થા ખુદની તો છે
શું કહેવું, કોને કહેવું, ના અન્ય કોઈની જ્યાં હાજરી છે
વૃત્તિઓના ખોટા ખેલ ને મનના મેલનાં ખાલી અંધારાં છે
દિવ્ય પ્રકાશની ના ઝાંખી છે, ના ઝલક છે, અંતરની આવી વ્યથા છે
- સંત શ્રી અલ્પા મા
sajaśē kyāṁthī dilanī mahēphila, jyāṁ dilē dilabaranī nā hājarī chē
jāmaśē kēvī rītē mahēphilanī raṁgata, jyāṁ nā ēnī saṁgata chē
dilanī vyathā kahēvī kōnē, kē vāta tō ā bahu aṁgata chē
sūnā mahēla, sūnī bārī, jyāṁ ēnā mahēkanī nā kōī kyārī chē
nā kōī ājamāīśa, nā kōī khvāhiśa, khālī tyāṁ khāmōśī chē
chē śōra tō ghaṇō aṁtaramāṁ anahada, ēnā nādanō nā raṇakārō chē
khōvāyēlī vātō nē bhaṭakēlī avasthā khudanī tō chē
śuṁ kahēvuṁ, kōnē kahēvuṁ, nā anya kōīnī jyāṁ hājarī chē
vr̥ttiōnā khōṭā khēla nē mananā mēlanāṁ khālī aṁdhārāṁ chē
divya prakāśanī nā jhāṁkhī chē, nā jhalaka chē, aṁtaranī āvī vyathā chē
|