સમજાશે હરકોઈને, બધું તો સમજાશે
કોઈ પહેલો સમજશે તો કોઈ મોડો, પણ બધાને બધું તો સમજાશે
ચાહે પ્રભુ સમજે બધા સમય પર, બસ ના એ થાય છે
ના શેકાવું પડે કોઈને સંજોગોના મારથી, એ પણ ના થાય છે
કોઈ સમજે મારથી, તો કોઈ સમજે વારથી, આખર સમજાય છે
સમય એમાં ઘણો વ્યતીત થઈ જાય છે, બસ ખેદ એનો થાય છે
કોઈ સમજે આ જન્મમાં, તો કોઈ જન્મ પર જન્મ લેતો જાય છે
નવું શીખવાને બદલે ભૂલ, એકની એક જ કરતો જાય છે
મળે સજા જ્યાં ગુનાની, ત્યાં આંખે આંસુ આવી જાય છે
જે સમજવું હતું જીવનમાં, એ ત્યારે તો સમજાય છે
ચાહે ઈશ્વર સમજે પ્રેમથી બધા, ચાહ ઈશ્વરની અધૂરી રહી જાય છે
સંજોગોના માર વગર, મનુષ્ય ના જલ્દી બદલાય છે,સમજાશે..
- સંત શ્રી અલ્પા મા
samajāśē harakōīnē, badhuṁ tō samajāśē
kōī pahēlō samajaśē tō kōī mōḍō, paṇa badhānē badhuṁ tō samajāśē
cāhē prabhu samajē badhā samaya para, basa nā ē thāya chē
nā śēkāvuṁ paḍē kōīnē saṁjōgōnā mārathī, ē paṇa nā thāya chē
kōī samajē mārathī, tō kōī samajē vārathī, ākhara samajāya chē
samaya ēmāṁ ghaṇō vyatīta thaī jāya chē, basa khēda ēnō thāya chē
kōī samajē ā janmamāṁ, tō kōī janma para janma lētō jāya chē
navuṁ śīkhavānē badalē bhūla, ēkanī ēka ja karatō jāya chē
malē sajā jyāṁ gunānī, tyāṁ āṁkhē āṁsu āvī jāya chē
jē samajavuṁ hatuṁ jīvanamāṁ, ē tyārē tō samajāya chē
cāhē īśvara samajē prēmathī badhā, cāha īśvaranī adhūrī rahī jāya chē
saṁjōgōnā māra vagara, manuṣya nā jaldī badalāya chē,samajāśē..
|