સમજી ના શકયો જ્યાં સમયના ઇશારાઓ, પસ્તાતો ને પસ્તાતો રહી ગયો
પસ્તાવા શિવાય ના રહ્યું કાંઈ બીજું હાથમાં, પસ્તાવો ને પસ્તાવો રહી ગયો
વહાવ્યા આંસુ એટલા પસ્તાવામાં, કે કાદવમાં એના હું ખૂપી ગયો
ના કરી શક્યો હું બીજું કાંઈ, કાદવમાં ફસાતો ને ફસાતો ગયો
સામર્થ્ય હોવા છતાં, લાચાર બની, રિબાતો ને રિબાતો રહ્યો
મળ્યું જીવનમાં બધું મને, ઉપયોગ એનું હું ના કરી શકયો
ખોટી આશા ને ખોટી કલ્પનાઓમાં, વાસ્તવિક્તા ભૂલી ગયો
સમજી અમૃત, ખુશ થાતાં-થાતાં, વિષના પ્યાલા પીતો ગયો
આવ્યો અંજામ જ્યાં, નિરાશ હું થાતો ને થાતો રહ્યો
જિંદગીના આ વનમાં થાક્યો ઘણો, તોય ભટકતો ને ભટક્તો રહ્યો
- સંત શ્રી અલ્પા મા
samajī nā śakayō jyāṁ samayanā iśārāō, pastātō nē pastātō rahī gayō
pastāvā śivāya nā rahyuṁ kāṁī bījuṁ hāthamāṁ, pastāvō nē pastāvō rahī gayō
vahāvyā āṁsu ēṭalā pastāvāmāṁ, kē kādavamāṁ ēnā huṁ khūpī gayō
nā karī śakyō huṁ bījuṁ kāṁī, kādavamāṁ phasātō nē phasātō gayō
sāmarthya hōvā chatāṁ, lācāra banī, ribātō nē ribātō rahyō
malyuṁ jīvanamāṁ badhuṁ manē, upayōga ēnuṁ huṁ nā karī śakayō
khōṭī āśā nē khōṭī kalpanāōmāṁ, vāstaviktā bhūlī gayō
samajī amr̥ta, khuśa thātāṁ-thātāṁ, viṣanā pyālā pītō gayō
āvyō aṁjāma jyāṁ, nirāśa huṁ thātō nē thātō rahyō
jiṁdagīnā ā vanamāṁ thākyō ghaṇō, tōya bhaṭakatō nē bhaṭaktō rahyō
|