View Hymn (Bhajan)
Sr No. 4819 | Date: 01-May-20192019-05-012019-05-01સમજ્યાં છતાં, જાણ્યા છતાં, અંતરમાં ના ઉતાર્યુંSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=samajyam-chhatam-janya-chhatam-antaramam-na-utaryumસમજ્યાં છતાં, જાણ્યા છતાં, અંતરમાં ના ઉતાર્યું
આચરણમાં ના આવ્યું, તો એને શું કરશું શું કરશું
આચરણ વગર છે બધું નકામું, આચરણ વગર છે ના કાંઈ એ કામનું
એ જ વૃત્તિઓનું નાચવું, એ જ મનનું ભટકવું ને ભમવું
કૂડકપટની લીલામાં જીવનમાં રાચવું, તો સમજ્યું શું કામનું
એ જ વર્ચસ્વની વાતો, ને એ જ તારા-મારાની ભાતો
ના હટયો અંતરનો અંધકાર, ના પામ્યો નિર્મળ પ્રકાશ
જીવન વીતી રહ્યો એમ ને એમ, ના પામ્યો ધ્યેયનો અણસાર
એ જાણકારીને શું કરશું, જે વધારે અહંના અહેસાસ
અસ્તિત્વની સાથે જે બાંધે, જે ના ભુલાવે જાતને
દેખાદેખી જગાડે, જાણે પ્રભુને ના, ના એ તો એને પહેચાને
કરીને કરો વિચાર, આવા જ્ઞાનને શું કરશું શું કરશું
સમજ્યાં છતાં, જાણ્યા છતાં, અંતરમાં ના ઉતાર્યું