View Hymn (Bhajan)
Hymn No. 2978 | Date: 03-Nov-19981998-11-031998-11-03સમયની જાગૃતિ ના કેળવશો જીવનમાં, તો અંતે માથે હાથ મૂકી રડવું પડશેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=samayani-jagriti-na-kelavasho-jivanamam-to-ante-mathe-hatha-muki-radavumસમયની જાગૃતિ ના કેળવશો જીવનમાં, તો અંતે માથે હાથ મૂકી રડવું પડશે
સમયસર નહીં થાય કાર્ય પૂરા જો, જીવનમાં તો અંતે ભાગદોડ કરવી પડશે
મનની શાંતિનો નાશ થાશે, તનની તંદુરસ્તી એમાં નહીં જળવાશે
સમયની કદર કરવી પડશે જો, પળ નહીં ઝડપાય તો હાથમાં ના કાંઈ આવશે
વહેતા નીર તો વહેતાં ને વહેતાં રહેશે, તારા રોકે કાંઈ ના એ રોકાશે
વહેવું હશે એ નીરની સંગ સંગ જો તારે, તો તારે એવું બનવું પડશે
સમયની સંગ રહેવાને કાજે તને હરઘડી કાર્યશીલને પ્રયત્નશીલ રહેવું પડશે
ભૂલીને જીવનમાં આળસને, સજાગ તારે સદા રહેવું પડશે
જીવનમાં હસવું છે કે રડવું છે, એ નક્કી કરીને કદમ ઉઠાવવું પડશે
સમયની જાગૃતિ ના કેળવશો જીવનમાં, તો અંતે માથે હાથ મૂકી રડવું પડશે