View Hymn (Bhajan)

Sr No. 4558 | Date: 18-Sep-20162016-09-18સંગ તેવો રે રંગ તો, સંતો તો આ સમજાવી રહ્યાhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=sanga-tevo-re-ranga-to-santo-to-a-samajavi-rahyaસંગ તેવો રે રંગ તો, સંતો તો આ સમજાવી રહ્યા

સંતો તો સતત કહેતા ને કહેતા રહ્યા

મીરા રંગાઈ કૃષ્ણના રંગમાં, એ તો દ્વારીકાધીશમાં લીન થયા

નરસિંહે તો પ્રભુપ્રેમમાં, આનંદના તાતાથૈયા કર્યા

સદ્ગુરુ આપણા રહીને સતત, અનેકોનાં દુઃખ ને દર્દ હર્યાં

હરિની સંગત કરી જેણે, એ તો હરિ જેવા ને હરિ બન્યા

જાણ્યું આ આપણે તોય, મોહમાં કેમ ખોવાતા રહ્યા

ના પામ્યું અંતે કાંઈ તોય, સ્વાર્થમાં કેમ નિચોળાઈ ગયા

તારા-મારાની કૂથલી કરી, અનમોલ રત્નને વેડફી રહ્યા

દર્દ આવ્યાતા મિટાવવા, પણ જન્મ-મરણના ફેરા ના ટળ્યા

કર્યા સંગ તો ઘણા રે, પણ સતના સંગ ના રે કર્યા

સંગ તેવો રે રંગ તો, સંતો તો આ સમજાવી રહ્યા
Sanga tevo re ranga to, santo to a samajavi rahya

View Original
Increase Font Decrease Font

સંગ તેવો રે રંગ તો, સંતો તો આ સમજાવી રહ્યા

સંતો તો સતત કહેતા ને કહેતા રહ્યા

મીરા રંગાઈ કૃષ્ણના રંગમાં, એ તો દ્વારીકાધીશમાં લીન થયા

નરસિંહે તો પ્રભુપ્રેમમાં, આનંદના તાતાથૈયા કર્યા

સદ્ગુરુ આપણા રહીને સતત, અનેકોનાં દુઃખ ને દર્દ હર્યાં

હરિની સંગત કરી જેણે, એ તો હરિ જેવા ને હરિ બન્યા

જાણ્યું આ આપણે તોય, મોહમાં કેમ ખોવાતા રહ્યા

ના પામ્યું અંતે કાંઈ તોય, સ્વાર્થમાં કેમ નિચોળાઈ ગયા

તારા-મારાની કૂથલી કરી, અનમોલ રત્નને વેડફી રહ્યા

દર્દ આવ્યાતા મિટાવવા, પણ જન્મ-મરણના ફેરા ના ટળ્યા

કર્યા સંગ તો ઘણા રે, પણ સતના સંગ ના રે કર્યા

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

saṁga tēvō rē raṁga tō, saṁtō tō ā samajāvī rahyā

saṁtō tō satata kahētā nē kahētā rahyā

mīrā raṁgāī kr̥ṣṇanā raṁgamāṁ, ē tō dvārīkādhīśamāṁ līna thayā

narasiṁhē tō prabhuprēmamāṁ, ānaṁdanā tātāthaiyā karyā

sadguru āpaṇā rahīnē satata, anēkōnāṁ duḥkha nē darda haryāṁ

harinī saṁgata karī jēṇē, ē tō hari jēvā nē hari banyā

jāṇyuṁ ā āpaṇē tōya, mōhamāṁ kēma khōvātā rahyā

nā pāmyuṁ aṁtē kāṁī tōya, svārthamāṁ kēma nicōlāī gayā

tārā-mārānī kūthalī karī, anamōla ratnanē vēḍaphī rahyā

darda āvyātā miṭāvavā, paṇa janma-maraṇanā phērā nā ṭalyā

karyā saṁga tō ghaṇā rē, paṇa satanā saṁga nā rē karyā