View Hymn (Bhajan)
Hymn No. 3022 | Date: 05-Dec-19981998-12-051998-12-05આકાશમાં પ્રભુ જોવા મળે છે બે નયનો તારાSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=akashamam-prabhu-jova-male-chhe-be-nayano-taraઆકાશમાં પ્રભુ જોવા મળે છે બે નયનો તારા
એકમાં છે પ્રભુ, કોમળતા ને શિતળ પ્રકાશ તારા
બીજીમાં જોવા મળે છે, ઝળહળતા અંગારા
જીવન આપનારા ને જીવન ટકાવનારા, પ્રભુ બે નયનો છે તારા
હરએક ભાવો જાણનારા, શક્તિ નવી દેનારા, બે નયનો છે તારા
સુમધુર પ્રભાત ને મીઠી નીંદર દેનારા, પ્રભુ એ નયનો છે તારા
તારા નયનોએ નિહાળીએ અમે, તારા જગના ઝબકારા
તારા નયન વિના ચોમેર છે, આ જગમાં તો અંધારા
ખોલે એક નયન તું જ્યારે, રાખે બીજું નયન બંધ, છે આ જાદું તારા
સૃષ્ટિના સર્જનહારા છે બે નયનો તારા, પ્રભુ બહુ પ્યારા
આકાશમાં પ્રભુ જોવા મળે છે બે નયનો તારા