View Hymn (Bhajan)

Sr No. 4582 | Date: 18-Mar-20172017-03-18સંજોગોનો ખાઈને માર, વિપરીત દિશા તરફ ભાગે છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=sanjogono-khaine-mara-viparita-disha-tarapha-bhage-chheસંજોગોનો ખાઈને માર, વિપરીત દિશા તરફ ભાગે છે

લાગે છે આ તો દુર્ભાગ્યનો બુલાવો પાકો છે

વીત્યું બધું તુજ પર, દુઃખ-દર્દના પહાડ તૂટ્યા, આ તારું ગાણું છે

તોય હૈયેથી હજી યાદ પ્રભુની તો ના જાગે છે, ના આવે છે

સંજોગે સંજોગે પીસાયો ઘણો, તોય સુધરવાની ના તૈયારી છે

આવ્યા છે સહુકોઈ એકલા ને એકલા જવાના છે, વાત આ સમજાઈ છે

મોહના તાંતણા તોય હજી ના તૂટે છે, લાગે છે દુર્ભાગ્યનો બુલાવો છે

આશાઓ ને અપેક્ષાઓના તાણાવાણા, હજી અસ્થિરતા જગાવે છે

તૂટ્યા સપનાંઓના મહેલ, તોય શરણું ના હજી એનું પકડ્યું છે, તો આ તો ...

આકારો ને વિકારોમાં રહ્યા રમતા, મન ને વિચારના આચાર હજીના સુધર્યા છે

દાતાના દર પર જઈને પણ, હજી સુકૂન ના હાંસિલ છે

માગણીઓ માગણીઓ પાછળ હજી મન ભટકે છે

શાંતિ ને સુકૂન માટે ભ્રમણાઓ, ના ભાંગે છે આ તો દુર્ભાગ્ય

સંજોગોનો ખાઈને માર, વિપરીત દિશા તરફ ભાગે છે
Sanjogono khaine mara, viparita disha tarapha bhage chhe

View Original
Increase Font Decrease Font

સંજોગોનો ખાઈને માર, વિપરીત દિશા તરફ ભાગે છે

લાગે છે આ તો દુર્ભાગ્યનો બુલાવો પાકો છે

વીત્યું બધું તુજ પર, દુઃખ-દર્દના પહાડ તૂટ્યા, આ તારું ગાણું છે

તોય હૈયેથી હજી યાદ પ્રભુની તો ના જાગે છે, ના આવે છે

સંજોગે સંજોગે પીસાયો ઘણો, તોય સુધરવાની ના તૈયારી છે

આવ્યા છે સહુકોઈ એકલા ને એકલા જવાના છે, વાત આ સમજાઈ છે

મોહના તાંતણા તોય હજી ના તૂટે છે, લાગે છે દુર્ભાગ્યનો બુલાવો છે

આશાઓ ને અપેક્ષાઓના તાણાવાણા, હજી અસ્થિરતા જગાવે છે

તૂટ્યા સપનાંઓના મહેલ, તોય શરણું ના હજી એનું પકડ્યું છે, તો આ તો ...

આકારો ને વિકારોમાં રહ્યા રમતા, મન ને વિચારના આચાર હજીના સુધર્યા છે

દાતાના દર પર જઈને પણ, હજી સુકૂન ના હાંસિલ છે

માગણીઓ માગણીઓ પાછળ હજી મન ભટકે છે

શાંતિ ને સુકૂન માટે ભ્રમણાઓ, ના ભાંગે છે આ તો દુર્ભાગ્ય

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

saṁjōgōnō khāīnē māra, viparīta diśā tarapha bhāgē chē

lāgē chē ā tō durbhāgyanō bulāvō pākō chē

vītyuṁ badhuṁ tuja para, duḥkha-dardanā pahāḍa tūṭyā, ā tāruṁ gāṇuṁ chē

tōya haiyēthī hajī yāda prabhunī tō nā jāgē chē, nā āvē chē

saṁjōgē saṁjōgē pīsāyō ghaṇō, tōya sudharavānī nā taiyārī chē

āvyā chē sahukōī ēkalā nē ēkalā javānā chē, vāta ā samajāī chē

mōhanā tāṁtaṇā tōya hajī nā tūṭē chē, lāgē chē durbhāgyanō bulāvō chē

āśāō nē apēkṣāōnā tāṇāvāṇā, hajī asthiratā jagāvē chē

tūṭyā sapanāṁōnā mahēla, tōya śaraṇuṁ nā hajī ēnuṁ pakaḍyuṁ chē, tō ā tō ...

ākārō nē vikārōmāṁ rahyā ramatā, mana nē vicāranā ācāra hajīnā sudharyā chē

dātānā dara para jaīnē paṇa, hajī sukūna nā hāṁsila chē

māgaṇīō māgaṇīō pāchala hajī mana bhaṭakē chē

śāṁti nē sukūna māṭē bhramaṇāō, nā bhāṁgē chē ā tō durbhāgya