સતત તારામાં રહું, સતત તારામાં રહું, સતત તારામાં રહું
ભૂલું ભાન જગનું ને ભૂલું ભાન આ શરીરનું, કે સતત તારામાં ...
તારું જ રટણ, તારામાં જ રમણ, તારું ને તારું ભ્રમણ કરું
આજ છે ઇચ્છા મારી, આજ છે મનોકામના મારી, ને આજ છે આશ
હે મારા વાલા, હે વિશ્વવિધાતા, ના તારી પાસે બીજું કાંઈ ચાહું
પળ પળ વીતે મારી તારામાં, ના બીજું કાંઈ હું ચાહું
કહું જગદંબા તને, કે કહું શિવ, કે કહું સતગુરુ, કે કહું અલાહ
હજાર નામ છે તારાં પોકારું સતત દિલથી તને, બીજું ના કાંઈ હું ચાહું
દર્દે દિલની દવા ચાહું કે સતત તારામાં રહું, સતત તારામાં રહું
મારી મંઝિલને એક પળના વિસારું, કે સતત રહું, સતત તારામાં રહું
- સંત શ્રી અલ્પા મા
satata tārāmāṁ rahuṁ, satata tārāmāṁ rahuṁ, satata tārāmāṁ rahuṁ
bhūluṁ bhāna jaganuṁ nē bhūluṁ bhāna ā śarīranuṁ, kē satata tārāmāṁ ...
tāruṁ ja raṭaṇa, tārāmāṁ ja ramaṇa, tāruṁ nē tāruṁ bhramaṇa karuṁ
āja chē icchā mārī, āja chē manōkāmanā mārī, nē āja chē āśa
hē mārā vālā, hē viśvavidhātā, nā tārī pāsē bījuṁ kāṁī cāhuṁ
pala pala vītē mārī tārāmāṁ, nā bījuṁ kāṁī huṁ cāhuṁ
kahuṁ jagadaṁbā tanē, kē kahuṁ śiva, kē kahuṁ sataguru, kē kahuṁ alāha
hajāra nāma chē tārāṁ pōkāruṁ satata dilathī tanē, bījuṁ nā kāṁī huṁ cāhuṁ
dardē dilanī davā cāhuṁ kē satata tārāmāṁ rahuṁ, satata tārāmāṁ rahuṁ
mārī maṁjhilanē ēka palanā visāruṁ, kē satata rahuṁ, satata tārāmāṁ rahuṁ
|