View Hymn (Bhajan)
Hymn No. 4548 | Date: 11-Sep-20162016-09-112016-09-11સતત તારો અહેસાસ, સતત તારામાં વાસ, સતત સંગે તારી સહેવાસSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=satata-taro-ahesasa-satata-taramam-vasa-satata-sange-tari-sahevasaસતત તારો અહેસાસ, સતત તારામાં વાસ, સતત સંગે તારી સહેવાસ
હૃદયમાં છે પ્રભુ, બસ આ જ એક જ તો પ્યાસ
કહે ઇચ્છા એને મારી કે કહે એને મંઝિલ મારી
તને જે કહેવું હોય તે કહી દે, તને જે કરવું હોય તે કરી દે
વિચારોમાં, ભાવોમાં, મનમાં, ચિત્તમાં, હૃદયમાં બસ તું ને તું જ રહે
ના નિવૃત્તિની વાત છે, ના આ પ્રવૃત્તિની કોઈ શરૂઆત છે
ના ચેનની કોઈ માગ છે, ના આરામની કોઈ તમન્ના છે
બસ પળ પળ, ક્ષણ ક્ષણ રંગે તારા રંગાય, સતત તું ને તું જ રહે
આ જ તો મારા દિલની વાત છે, આ જ તારા પ્યારનો વરસાદ છે
ના કાળની કોઈ વાત છે, ના કાળાતીત થવાની કોઈ માગ છે
સતત તારો અહેસાસ, સતત તારામાં વાસ, સતત સંગે તારી સહેવાસ