View Hymn (Bhajan)
Hymn No. 4120 | Date: 21-May-20012001-05-212001-05-21શાંતિ વિના નજર તારી સામે મંડાતી નથીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=shanti-vina-najara-tari-same-mandati-nathiશાંતિ વિના નજર તારી સામે મંડાતી નથી,
રોવું એ વાતનું છે કે નજર માંડતા હજી શાંતિ મળી નથી.
આનાથી વધારે બીજી શું કરુણતા કહીએ અમે જીવનમાં કે,
મંજિલ છે નજરની સામે તોય મંજિલને પામી શક્તા નથી.
પામવા નીકળીએ મંજિલને ત્યારે મનનો સાથ મળતો નથી,
ભર્યો છે પયમાનો ત્યારે અમને પ્યાસ નથી,
ગયા મયખાનામાં તો ખબર પડી પીવા માટે એક બુંદ નથી,
જાણકારી હોવા છતાં પણ ખુદને ખુદ સાથ આપી શક્તા નથી,
લાખો બેવફાઈના જખમો સહ્યા છતાં વફાદારી પૂરેપૂરી અપનાવી શક્યા નથી,
કહેવું શું વધારે કે હાલત આમેય કાંઈ છૂપી નથી,
ચીરીને બધા પડળો નજર હજી તારી સામે માંડી શક્યા નથી.
શાંતિ વિના નજર તારી સામે મંડાતી નથી