View Hymn (Bhajan)
Hymn No. 4119 | Date: 21-May-20012001-05-212001-05-21દિન ઊગે ને દિન આથમે જીવન વિતતું જાયSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=dina-uge-ne-dina-athame-jivana-vitatum-jayaદિન ઊગે ને દિન આથમે જીવન વિતતું જાય,
કાળ મોઢું ખોલીને ઊભું છે સહુ ધીરે ધીરે એમાં સમાય.
અરે કંઈક આશાઓ ને નિરાશાઓમાં જીવન સહુનું વિતતું જાય,
કાળ તો સહુનો કોળિયો કરતો રે જાય.
કોઈ ચાહે કે ના ચાહે કાળના આગોશમાં બધા તો સમાય,
રાજા હોય કે રંક, હોય ભલભલાના અસ્તિત્વ પણ પળ એકમાં રે મટી રે જાય.
મન મારીને સહુ જીવતા જાય, મરેલું મનડું લને પાછા જાય,
સમયની એ રમઝટમાં બાજી સહુ કોઈ પોતાની ખેલતા રે જાય.
જીવનના નશામાં કરવો કાળનો વિચાર, એ તો ભૂલી રે જાય, કે કાળ તો .....
ભૂલે કોઈ કાર્ય પોતાનું, કાળને એના કાર્યની યાદ કરાવવાની ના પાડે જરૂર.
દિન ઊગે ને દિન આથમે જીવન વિતતું જાય