View Hymn (Bhajan)
Hymn No. 4121 | Date: 21-May-20012001-05-212001-05-21હરએક જન્મ મોત ના દ્વારમાંથી પસાર થયા વિના રહેતું નથીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=haraeka-janma-mota-na-dvaramanthi-pasara-thaya-vina-rahetum-nathiહરએક જન્મ મોત ના દ્વારમાંથી પસાર થયા વિના રહેતું નથી,
તોય કોઈ કેમ મોતને પ્યારથી આવકારતું નથી.
જીવનની ખુશી છે સહુને જન્મ પર, હરખાય છે આંખ, એ મોત પર રડ્યા વિના રહેતી નથી,
જન્મ મૃત્યુના ફેરાની જાણ છે સહુને, કોઈ એનાથી અજાણ નથી,
મોહ ના એ માંઝા બાંધ્યા છે કેવા કે પતંગને ઊંચે ઊઠવા દેતા નથી,
ગમે છે સહુને જન્મદિન મનાવવો, મોતનો દિન કોઈએ મનાવ્યો નથી,
રહ્યા સંગે ને સાથે છતાં, મોત પછી ખબર આપવા આશાન નથી,
અકારણના બંધનમાં બંધાયેલા, પડે ખબર તોય એને અપનાવી શક્તા નથી,
ગમ અને ખુશીના વ્યવહારથી જ્યાં પર થયા નથી ત્યાં આ અટકવાનું નથી.
હરએક જન્મ મોત ના દ્વારમાંથી પસાર થયા વિના રહેતું નથી