કરું ઇનકાર કે કરું એકરાર, કરું શું હું એ સમજાતું નથી
કરાય ક્યારે કેમ, ખબર એની પડતી નથી
ઇનકાર કરવાનો હોય છે ત્યારે, એકરાર થયા વિના રહેતો નથી
કરવો હોય છે એકરાર ત્યારે, ઇનકાર થયા વિના રહેતો નથી
ઊભા થઈ જાય છે ત્યારે એવા ગડબડગોટાળા, કે થયા વિના તકરાર રહેતી નથી
છે કિંમત તો સમયની, સમય પર કહું શું કે કરું શું, ખબર એની પડતી નથી
થઈ જાય છે ખોટા ફેંસલા એવા, કે એમાં આંખ મારી રડ્યા વિના રહેતી નથી
ના બોલવું હોય છે કાંઈ પણ, આદત મને મજબૂર કર્યા વિના રહેતી નથી
હવામાં ઊડતું મુક્ત પંખી આખર, મજબૂરીથી ઘેરાઈ શિકાર થયા વિના રહેતું નથી
મુસીબત છે બહુ મોટી, સાચી સમજણ વિના એ દૂર મારાથી થવાની નથી
રહેવું પડશે જાગૃત સદા, પળપળની જાગૃતિ વિના બીજા છૂટકારાનો કોઈ ઉપાય નથી
કરવો પડશે એનો રે સામનો પળે-પળે, જીવન એના વિના ખાલી નથી
ચૂપ તો નહીં રહેવાય જીવનભર, કરવા ફેંસલા બોલવું પડશે, ચૂપ રહેવામાં તો સમજદારી નથી
- સંત શ્રી અલ્પા મા
karuṁ inakāra kē karuṁ ēkarāra, karuṁ śuṁ huṁ ē samajātuṁ nathī
karāya kyārē kēma, khabara ēnī paḍatī nathī
inakāra karavānō hōya chē tyārē, ēkarāra thayā vinā rahētō nathī
karavō hōya chē ēkarāra tyārē, inakāra thayā vinā rahētō nathī
ūbhā thaī jāya chē tyārē ēvā gaḍabaḍagōṭālā, kē thayā vinā takarāra rahētī nathī
chē kiṁmata tō samayanī, samaya para kahuṁ śuṁ kē karuṁ śuṁ, khabara ēnī paḍatī nathī
thaī jāya chē khōṭā phēṁsalā ēvā, kē ēmāṁ āṁkha mārī raḍyā vinā rahētī nathī
nā bōlavuṁ hōya chē kāṁī paṇa, ādata manē majabūra karyā vinā rahētī nathī
havāmāṁ ūḍatuṁ mukta paṁkhī ākhara, majabūrīthī ghērāī śikāra thayā vinā rahētuṁ nathī
musībata chē bahu mōṭī, sācī samajaṇa vinā ē dūra mārāthī thavānī nathī
rahēvuṁ paḍaśē jāgr̥ta sadā, palapalanī jāgr̥ti vinā bījā chūṭakārānō kōī upāya nathī
karavō paḍaśē ēnō rē sāmanō palē-palē, jīvana ēnā vinā khālī nathī
cūpa tō nahīṁ rahēvāya jīvanabhara, karavā phēṁsalā bōlavuṁ paḍaśē, cūpa rahēvāmāṁ tō samajadārī nathī
|